ફુગાવા અને અન્ય આર્થિક કટોકટીને ડામવા માટે 11 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં વધારો કર્યા બાદ પાંચ સપ્તાહની અંદર ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં ફરી વધારાની જાહેરાત કરી હતા. ઓસ્ટ્રેલિયાની મધ્યસ્થ બેંકે મંગળવાર (7 જૂન)એ તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં પાંચ અઠવાડિયામાં બીજી વખત વધારો છે. RBAએ કેશ રેટ 0.35%થી વધારીને 0.85% કર્યો છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાની રિઝર્વ બેંકે 3 મેના રોજ તેની છેલ્લી માસિક બોર્ડ મીટિંગમાં વ્યાજદરમાં 11 વર્ષમાં પ્રથમ વખત 0.25%નો વધારો વધારો કર્યો હતો.

એપ્રિલમાં જાહેર કરાયેલ સત્તાવાર ડેટા અનુસાર ઓસ્ટ્રેલિયાનો ફુગાવો માર્ચમાં વાર્ષિક વધીને 5.1% થયો હતો. 2001 બાદના સૌથી ઉંચા મોંઘવારી દરને કારણે રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા વ્યાજદરમાં વધારો સંભવિત હતો અને હવે સતત બે મોનિટરી બેઠકમાં વ્યાજદર વધારીને મોંઘવારીને કાબૂમાં કરવાનો સેન્ટ્રલ બેંકે પ્રયાસ કર્યો છે. સેન્ટ્રલ બેંકના ખજાનચી જિમ ચેલમર્સે મંગળવારે ચેતવણી આપતા કહ્યું હતું કે આગામી સમયમાં વ્યાજદરમાં વધુ વધારાની સંભાવના છે.