Raju Modhwadia (Image: Leicestershire Police)

ગયા વર્ષે 41 વર્ષીય રાજુ મોઢવાડિયાની લેસ્ટરની એક શેરીમાં છરા મારી હત્યા કરવાના બનાવમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પક્ષે કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતા જજ ટીમોથી સ્પેન્સર QC એ તામીર મીઠા (35), હેમિલ્ટન સ્ટ્રીટ, હાઇફિલ્ડ્સ; ઈસાકિયા ડેવિસ-સિમોન (26), ચાંદોસ સ્ટ્રીટ, હાઈફિલ્ડ્સ; ડેનિયલ સ્પેન્સર (32), વેસ્ટમીથ એવન્યુ, રોલેટ્સ હિલ; શેડોન આર્ચર (32), બાસેટ સ્ટ્રીટ, ફ્રોગ આઇલેન્ડ અને માર્કસ હેનરી (32), મોરપેથ એવન્યુ, મોવમેક્રે હિલ લેસ્ટરને મુક્ત કર્યા હતા.

છરાના અનેક જીવલેણ ઘા સાથે કારા મુરુ તરીકે જાણીતા રાજુ મોઢવાડિયા સોમવાર, 27 ડિસેમ્બરના રોજ વહેલી સવારે લેસ્ટરની  હેમિલ્ટન સ્ટ્રીટના જંકશન પાસે, એવિંગ્ટન રોડ પર રીતે ઘાયલ થયેલા મળી આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ જવાતા તેમને મૃત જાહેર કરાયા હતા. આરોપીઓ સામે અપૂરતા પુરાવા હોવાને આગળ ન વધવાનો નિર્ણય લેવાયો હતો અને સીપીએસમાં ઉચ્ચ સ્તરે આ કેસની સમીક્ષા કરવામાં આવી હતી.

પાંચેય આરોપીઓએ ખૂન માટે દોષિત ન હોવાની અરજી દાખલ કરી હતી.  પોલીસ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે મિસ્ટર મોઢવાડિયાના પરિવારને જાણ કરી છે. મિસ્ટર મોઢવાડિયાના મૃત્યુની પોલીસ તપાસ ચાલુ છે