20% tax levied on forex payments by credit card in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદ સ્થિત નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સિટીના એમડી સાથે તમિલનાડુ સરકારના ટેન્ડર આપવાના બહાને રૂ.27 કરોડની ઓનલાઇન છેતરપિંડી થઈ હતી. અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ ચાલુ કરી હતી.

કેટલાંક લોકોએ નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સિટીના MD વિશાલ ગાલાને સરકારી ટેન્ડરની વાત કરી હતી. આ ઠગ ટોળકીએ તેઓને તમિલનાડુમાં સ્ટેશનરી સપ્લાયનું સરકારી ટેન્ડર અપવવાની વાત કરી હતી. કરોડોના આ સરકારી ટેન્ડરમાં મોટો ફાયદો થશે એવી પણ આ ટોળકીએ વાત કરી હતી. આ ઠગ ટોળકીની વાતમાં કંપનીના MD આવી ગયા હતા. બાદમાં આ ઠગ ટોળકીએ તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાની વાત કરીને ધીરે ધીરે પ્રોસેસના નામે કંપનીના MD પાસેથી રુપિયા 26.78 કરોડ બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા.
કંપનીના MDએ આટલી મોટી રકમ ભર્યા બાદ જ્યારે આ ઠગ ટોળકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો શખસે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જે બાદ શખસના એડ્રેસ પર તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. આખરે MD વિશાલ ગાલા તપાસ કરવા માટે તમિલનાડુ પહોંચ્યા હતા. ત્યારે તેઓને એવું જાણવા મળ્યું કે, આવા કોઈ સરકારી ટેન્ડરની જવાબદારી કોઈ પણ શખસને સોંપવામાં આવી નથી.