(Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન શનિવારે ફરી કોરોના પોઝિટિવ આવ્યા હતા. વ્હાઇટ હાઉસના ફિઝિશિયન કેવિન ઓકોનોરે તેને રિબાઉન્ડ પોઝિટિવિટી ગણાવી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે મંગળવાર સાંજે, બુધવાર સવારે, ગુરુવાર સવારે અને શુક્રવારે નેગેટિવ આવ્યા બાદ પ્રેસિડન્ટ એન્ટિજેન ટેસ્ટમાં શનિવારે સવારે પોઝિટિવ આવ્યા હતા. બાઇડનને ફિઝિશિયને જણાવ્યું હતું કે કોવિડ-19 પોઝિટિવિટીમાં રિબાઉન્ડ પેક્સલોવિડની સારવાર સાથેના દર્દીઓમાં ઓછી ટકાવારીમાં જોવા મળે છે. જોકે સારવાર ચાલુ કરવાની કોઇ જરૂર નથી, કારણ કે પ્રેસિડન્ટમાં કોઇ લક્ષણો નથી અને તબિયત ઘણી સારી છે. પ્રેસિડન્ટ પોતાની આજુબાજુ રહેતા લોકો તથા પોતાની જાતને વાઇરસથી સુરક્ષિત રાખવા વારંવાર ટેસ્ટિંગ કરાવે છે.