Rashmika Mandana
(ANI Photo)

પોતાની એક જ ફિલ્મથી રશ્મિકા મંદાનાનો સિતારો રાતોરાત ચમકી ગયો છે. રશ્મિકાએ ફિલ્મ ‘પુષ્પા’ માં કરેલા અભિનય અને ડાન્સની ખૂબ જ પ્રશંસા થઈ હતી અને તેના ફિલ્મ નિર્માતાઓએ પોતાની ફિલ્મો માટે તેના પ્રત્યે ધ્યાન પણ કેન્દ્રિત કર્યું હતું. રશ્મિકાને ‘ગુડબાય’ ફિલ્મમાં બોલીવૂડના મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની અનોખી તક મળી હતી. આથી રશ્મિકા ખૂબ જ ખુશ છે અને ફિલ્મના ટ્રેલર લોન્ચિંગમાં તેણે સીનિયર બચ્ચન સાથેની તેની મુલાકાતના દિવસની યાદો જણાવી હતી.

અમિતાભ સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા રશ્મિકાએ કહ્યું હતું કે, હું પ્રથમવાર અમિતાભ સરને મારી બર્થ ડે પર મળી હતી. હું સેટ ઉપર તેમની રાહ જોઈ રહી હતી અને તેઓ આવ્યા ત્યારે મેં તેમને ‘હાય’ કહ્યું હતું.

તેઓ મારી તરફ આવ્યા અને મારી પાસેથી આગળ નિકળી ગયા. મને એ નહોતું સમજાયું કે, હું શું કહું? પછી હું સેટ પર પહોંચી હતી. હું એ દિવસે ખૂબ જ નર્વસ હતી. તેમને મળીને સૌ પહેલા તો, મેં તેમને મારો પરિચય આપ્યો. મને તે સમયે એવું લાગ્યું કે, તેઓ મને પસંદ નથી કરતા. થોડા દિવસ પછી તેમણે મારી ફિલ્મ ‘પુષ્પા’ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી અને ત્યારે મને થયું કે ફિલ્મ શૂટ કરવાની સાથે અમારા વચ્ચે ખાસ બોન્ડિંગ બની ગયું છે. તેમનું વ્યક્તિત્વ અદભૂત છે અને એક લિજેન્ડ તરીકે તેઓ ખૂબ જ સરળ વ્યક્તિ છે. જેનાથી સૌ કોઈ ઈમ્પ્રેસ થઈ જાય છે.

ફિલ્મ ‘ગુડબાય’ માં અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાનાની સાથે નીના ગુપ્તા, પવૈલ ગુલાટી પણ મહત્વના પાત્રમાં નજર આવશે. આ સાથે જ, અલી એવરામ, સુનિલ ગ્રોવર, સલિલ મહેતા અને અભિષેક ખાન પણ આ ફિલ્મનો ભાગ બન્યા છે. એકતા કપૂરના બેનર બાલાજી હેઠળ બનેલી આ ફિલ્મ આગામી 7 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ટ્રેલર લોન્ચિંગમાં અમિતાભ બચ્ચન સિવાય તમામ કલાકારો હાજર હતા. નાદુરસ્ત તબિયતના કારણે અમિતાભ બચ્ચન વીડિયો કોલ દ્વારા આ ઈવેન્ટમાં જોડાયા હતા.

LEAVE A REPLY

5 + 18 =