Gautam Adani's younger son gets engaged to diamond merchant's daughter
 પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત ફરવા માટે આવેલા એક અમેરિકન મુસ્લિમ દંપતીને ભારતની હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત થઈને શનિવારે ઉત્તરપ્રદેશના કાશીમાં ત્રિલોચન મહાદેવ મંદિરમાં પૂજારીની હાજરીમાં મંત્રોચ્ચાર વચ્ચે સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા. 

આ વિશેષ લગ્નના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. અહેવાલો અમેરિકન મૂળના મુસ્લિમ દંપતિ કિયામહ દીન ખલીફા અને કેશા ખલીફા ભારત ફરવા માટે આવ્યા આવ્યા હતા. વારાણસીના ગંગા કિનારા તેમજ મંદિરો ફરીને તેઓ ભારે પ્રભાવિત થયા હતા અને તેમણે હિન્દુ રીવાજ પ્રમાણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. એ પછી કપલે શનિવારે મંદિરમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરીને લગ્ન કર્યા હતા. બંનેએ હિન્દુ લગ્ન પોશાક પહેર્યો હતો. લગ્ન પૂર્ણ થયા બાદ કેશા  તેના પતિને પગે લાગીને આશીર્વાદ લે છે.  

કપલે જણાવ્યું હતું કે તેઓ 18 વર્ષથી એકબીજાને જાણે છે. કિયામહ અમેરિકામાં ફાર્મિંગ બિઝનેસ કરે છે. અગાઉ દંપતિ મુસ્લિમ રીવાજ પ્રમાણે નિકાહ પણ કરી ચુકયું છે. દીન ખલીફાએ કહ્યુ હતું કે, મારા નવ બાળકો પણ છે. જોકે હિન્દુ ધર્મથી મને માનસિક શાંતિ મળી રહી છે તેવુ મને લાગી રહ્યું છે. હું ભગવાન સાથે જોડાણ થાય તેવુ ઈચ્છતો હતો અને મને લાગે છે કે, હિન્દુ ધર્મનું પાલન કરીને આપણે આ કનેક્શન જોડી શકીએ તેમ છે. 

LEAVE A REPLY

8 + ten =