ભારતમાં ફુગાવાને નિયંત્રણ રાખવા માટે કરાયેલી કાર્યવાહીના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમવાર દેશની બેન્કોમાં રોકડની અછત જોવા મળી રહી છે. આથી
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સીસ્ટમમાં રૂ. 21,800 કરોડની કેશ બેંકોને આપવાની ફરજ પડી છે. મે 2019 પછી આવું સંકટ પ્રથમવાર ઊભું થયું છે.
આ વર્ષે 4 મેના રોજ રીઝર્વ બેન્કે મોંઘવારીને કાબૂમાં લેવા માટે કેશ રીઝર્વ રેશિયો 50 બેઝીસ પોઈન્ટ વધારવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે બેન્કિંગ સીસ્ટમમાં રૂ. 90,000 કરોડની અછત ઊભી થઈ હતી. મોંઘવારી વધવા પાછળનું એક કારણ બજારમાં ફરી રહેલી વધારે પડતી રોકડ રકમને પણ માનવામાં આવે છે. જેના પગલે સીઆરઆર વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે, બેન્કોએ કુલ જમા રકમની 4.50 ટકા રકમ રીઝર્વ બેન્કમાં જમા કરાવવાની હતી.
જોકે તેના કારણે વધારાની રોકડ ઘટી ગઈ હતી. હવે રોકડની અછત દુર કરવા રિઝર્વ બેન્કે રૂ. 21500 કરોડ સીસ્ટમમાં ફરી આપ્યા છે.

LEAVE A REPLY

9 + 11 =