ભારત સરકારે 26 જાન્યુઆરીએ કોવિડ-19 રસી iNNCOVACC જાહેર કરી હતી. iNNCOVACC એ વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ-19 રસી છે જેને પ્રાથમિક 2-ડોઝ લેવા માટે અને હેટરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ (BBIL) દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગ હેઠળના PSU બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ (BIRAC) સાથે મળીને આ રીતે તૈયાર કરવામાં આવી છે.
આ અંગે ભારતના આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આખી દુનિયામાં પૂરી પાડવામાં આવતી કુલ રસીઓમાંથી 65 ટકા રસીઓ ભારતમાંથી પહોંચાડવામાં આવે છે. “વિશ્વની આ પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ-19 રસી હોવાથી, આ સિદ્ધિ આત્મનિર્ભર ભારત માટેના આહ્વાનને ગૌરવપૂર્ણ રીતે અનુસરે છે. આખી દુનિયામાં ભારતની રસી ઉત્પાદન અને આવિષ્કારની ક્ષમતાની પ્રશંસા થાય છે કારણ કે આપણા દેશે ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી દવાઓના ઉત્પાદનમાં વિશેષ છાપ ઉભી કરી છે. તેમણે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, દુનિયામાં કોવિડની પ્રથમ રસી શરૂ કરવામાં આવી તેના એક મહિનાની અંદર જ, ICMR સાથે મળીને BBIL એ ભારતમાં COVAXIN (કોવેક્સિન) રસી રજૂ કરી હતી.

iNCOVACC એ કોવિડ માટેની ઓછી ખર્ચાળ રસી છે જેમાં સિરિંદ, સોય, આલ્કોહોલ વાઇપ્સ, બેન્ડેજ વગેરેની જરૂર પડતી નથી, ખરીદી, વિતરણ, સંગ્રહ અને બાયોમેડિકલ કચરાના નિકાલ સંબંધિત ખર્ચની બચત થાય છે, જ્યારે ઇન્જેક્ટેબલ રસીઓમાં નિયમિતપણે આ બધાની જરૂર પડતી હોય છે. તે વેક્ટર-આધારિત પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, જે થોડા મહિનામાં મોટા પાયે ઉત્પાદન તરફ દોરી જતા ઉભરતા વેરિઅન્ટ્સ સાથે સરળતાથી અપડેટ કરી શકાય છે. આ ઝડપી પ્રતિભાવ સમયરેખા ઓછી ખર્ચાળ અને સરળ ઇન્ટ્રાનેસલ ડિલિવરીની ક્ષમતા સાથે જોડાયેલી છે. આ બાબત તેને ભવિષ્યમાં ચેપી રોગોનો સામનો કરવા માટે એક આદર્શ રસી બનાવે છે.

જેમણે અગાઉથી ઓર્ડર આપેલો હોય તેવી ખાનગી હોસ્પિટલોમાં iNCOVACC નો અમલ શરૂ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. પ્રારંભિક ધોરણે દર વર્ષે અમુક મિલિયન ડોઝની ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે અને જરૂરિયાત મુજબ આ ક્ષમતાને એક અબજ ડોઝ સુધી વધારી શકાય તેમ છે. રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા મોટા જથ્થાની ખરીદી માટે iNCOVACC ની કિંમત પ્રત્યેક ડોઝના 325 રૂપિયા રાખવામાં આવી છે.

LEAVE A REPLY

sixteen + fourteen =