Wipro cuts freshers' salaries by 46%
(Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ મોટાપાયે છટણી કરી રહી છે ત્યારે ભારતની આઈટી સેક્ટરની અગ્રણી કંપની વિપ્રોએ તેના ફ્રેશર્સના પગારમાં 46 ટકા જેટલો મોટો કાપ મુક્યો છે. વિપ્રોએ કેટલાક ફ્રેશર્સને જે પ્રોગ્રામ માટે ભરતી કર્યા હતા તેમાં તેમને 6.50 લાખનો પગાર મળવાનો હતોતેના બદલે તેમને એક બીજા પ્રોગ્રામમાં કામ કરવા જણાવાયું છે જેમાં માત્ર 3.5 લાખનું પેકેજ છે. 

ભારતની ટોચની આઈટી સર્વિસિસ કંપનીઓ ચાલુ વર્ષમાં લગભગ 1.80 લાખ લોકોને એન્જિનિયરિંગ કોલેજોમાંથી ભરતી કરવાની છે. પરંતુ વિપ્રોએ જે વેતન સાથે લોકોને હાયર કર્યા હતા તેના કરતા 46 ટકા ઓછા વેતનની ઓફર કરે છે. સૂત્રોએ જણાવ્યું કે વિપ્રોએ Turbo પ્રોગ્રામમાં યુવાનોની ભરતી કરી હતી જેમાં તેમને સારો પગાર મળવાનો હતો. પરંતુ હવે તેમને Elite પ્રોગ્રામ માટે કામ કરવા જણાવાયું છે અને તેમાં પગાર પણ 46 ટકા સુધી ઘટાડી દેવાયો છે. Turboમાં જેમની ભરતી કરવામાં આવી હતી તેમણે છેલ્લા ત્રણ મહિનામાં પોતાની કોલેજમાં Velocity નામે ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામ ક્લિયર કરવો પડ્યો છે.  

વિપ્રોએ કહ્યું હતું કે બદલાતી પરિસ્થિતિ અને બિઝનેસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમારે અમારા ઓનબોર્ડિંગ પ્લાનમાં ફેરફાર કરવો પડ્યો છે. તાજેતરમાં વિપ્રો ખાતે ફ્રેશર્સને હાયર કરવામાં વિલંબ થયો છે અને નવા જોઈન થયેલા લોકોમાંથી પણ 400ની છટણી કરવામાં આવી હતી. 

LEAVE A REPLY