PF Cares Fund received foreign donations of Rs.534.44 crore in three years
(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં વિજયનો પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ પક્ષના કાર્યકારોને વધુ પડતા આત્મસંતુષ્ટ ન બનવાની સલાહ આપી હતી. મોદીએ જણાવ્યું હતું કે લોકો અત્યારથી જ કહેવા લાગ્યા છે કે 2024માં ભાજપને કોઈ હરાવી શકશે નહીં. આ વાત સાચી છે, પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે આપણે દેશના દરેક નાગરિકનું દિલ જીતવું પડશે. પીએમે બાદશાહી માનસિકતા તથા ગરીબ અને પછાત વર્ગોનું અપમાન કરવા બદલ વિપક્ષની આકરી નિંદા કરી હતી.

પાર્ટીના 44મા સ્થાપના દિવસ પર ભાજપના કાર્યકરોને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે  અસ્તિત્વની લડાઈ લડનારાઓ તેમના ભ્રષ્ટાચારના પર્દાફાશથી મરણીયા બન્યા છે અને તેમની સરકાર વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે, પરંતુ તેમની સરકાર ભારતને ભ્રષ્ટાચાર, સગાવાદ તથા કાયદો અને વ્યવસ્થાના પડકારોથી છૂટકારો મેળવવા સખત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.

વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે નફરતથી ભરપૂર આ લોકો એક પછી બીજુ જૂઠ બોલી રહ્યા છે. તેઓ તેમના ભ્રષ્ટ કૃત્યોના પર્દાફાશથી અધીરા બન્યાં છે. તેઓ ખુલ્લેઆમ મોદી તેરી કબર ખુદેગી કહી રહ્યા છે.
મોદીના આશરે 50 મિનિટ સુધી ભાષણનું 10 લાખ સ્થળો પર લાઇવ બ્રોડકાસ્ટ કરાયું હતું. પક્ષના કાર્યકારોને વધુ પડતા આત્મસંતુષ્ટ ન બનવાની સલાહ આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ હોવા છતાં આપણે વધુ પડતા આત્મસંતુષ્ટ થવાની જરૂર નથી. લોકો અત્યારથી જ કહેવા લાગ્યા છે કે 2024માં ભાજપને કોઈ હરાવી શકશે નહીં. આ વાત સાચી છે, પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે આપણે દેશના દરેક નાગરિકનું દિલ જીતવું પડશે.

રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યા વગર મોદીએ પ્રહાર કર્યા હતા કે કેટલાંક લોકો બાદશાહી માનસિકતા ધરાવે છે અને 2014માં પાર્ટી સત્તા પર આવી ત્યારથી તેઓ ગરીબ અને પછાત વર્ગનું અપમાન કરી રહ્યાં છે. આવા લોકોએ આઝાદી પછી લોકો સાથે ગુલામની જેમ વર્તન કર્યું છે. ભાજપે આવા માનસિકતા ધરાવતા લોકો પર વિજય મેળવ્યો છે.
મોદીએ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો પર સગાવાંદ, વંશવાદ, જાતિવાદ અને પ્રાદેશિકવાદ ફેલાવાનો પણ આક્ષેપ કર્યો હતો.

LEAVE A REPLY

2 × one =