Demand for execution of Imran in Pakistan, siege of Supreme Court
રાજકીય પક્ષોના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના સમર્થકોએ 15 મે, 2023 ના રોજ ઇસ્લામાબાદમાં સુપ્રીમ કોર્ટની સામે વિરોધ પ્રદર્શન કર્યાં હતા. REUTERS/Akhtar Soomro

પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જાહેરમાં ફાંસી આપવાની નેશનલ એસેમ્બલીમાં કેટલાંક સભ્યોએ માગણી કરી હતી. બીજી તરફ શાસક પક્ષોના સમર્થકોએ દેશની સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પર પૂર્વ વડાપ્રધાનની મુક્તિ સરકારને પસંદ આવી નથી અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ભારે વિરોધ પ્રદર્શન થયા હતા.

13 રાજકીય પક્ષોના ગઠબંધન, પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના વડા મૌલાના ફઝલુર રહેમાનના સમર્થકોએ મોટી સંખ્યામા સુપ્રીમ કોર્ટ સમક્ષ દેખાવો કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ઈમરાનખાન અને રાજકીય વિરોઘી પાર્ટીના પક્ષો એક થઈ ગયા છે. જ્યાં એક તરફ તમામ પક્ષો ઇમરાનખાનની મુક્તિના વિરોધમાં સુપ્રીમ કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ સંસદમાં પણ ઇમરાનખાનને ફાંસી આપવાની માંગ ઉઠવા લાગી છે.
પાકિસ્તાનના પૂર્વ પીએમને જામીન અપાયા બાદથી જ PDM (પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ), JUIF (જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ), PPP ( પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ) ના રાજકીય પક્ષો સાથે મળીને વિરોધ કરી રહ્યા છે.

નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ અહેમદ ખાને માંગ કરી છે કે ઈમરાન ખાનને જાહેરમાં ફાંસી આપવામાં આવે.તેમણે કહ્યું છે કે ઈમરાનને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. પરંતુ તેના બદલે કોર્ટ તેમને તેમના જમાઈની જેમ આવકારી રહી છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર અતિ બંદિયાલ વિરુદ્ધ નિંદાનો પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ થઈ રહી છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર-અતિ બંદિયાલે ઈમરાનખાનને છોડવાનો આદેશ આપ્યો હતો. પૂર્વ પીએમને જામીન મળ્યા બાદથી જ પાકિસ્તાનમા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. પાકિસ્તાનમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે.

 

LEAVE A REPLY

four × four =