યુનાઇટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ વેટરન અફેર્સને લોકોની મેડિકલ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ માટે H-1B વિઝા પર વિદેશી હેલ્થકેર પ્રોફેશનલ્સની ભરતી કરવાના હેતુથી કોંગ્રેસમાં કાયદો રજૂ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસવૂમન રાશીદા તલૈબ અને ડેલિયા રામિરેઝ દ્વારા તાજેતરમાં ‘એક્સપાન્ડિંગ હેલ્થ કેર પ્રોવાઈડર્સ ફોર વેટરન્સ એક્ટ’ રજૂ કરવામાં આવ્યો હતો.

જો તેને કાયદા તરીકે મંજૂરી મળે, તો તેનાથી જ્યારે અમેરિકામાં યોગ્ય સ્થાનિક વ્યક્તિ ન મળે ત્યારે વેટરન અફેર્સ અને સ્ટેટ વેટરન્સ હોમ્સ માટે H1-B વિઝા પર વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાનું સરળ બનશે. વિશેષમાં તો આ, બિલ દ્વારા એચ1-બી વિઝા પ્રોગ્રામના હેતુઓ માટે વેટરન્સ અફેર્સ વિભાગ અને સ્ટેટ વેટરન્સ હોમ્સને મર્યાદા મુક્ત સંસ્થાઓ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

આ અંગે તલૈબે જણાવ્યું હતું કે, “આપણા વડીલો ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ માટે હકદાર છે, અને અમારું ડિસ્ટ્રિક્ટ ખાસ તો માનસિક આરોગ્ય સેવાઓ જેવી જેની સૌથી વધુ જરૂર હોય તેવા વડીલો માટે તે ઉપલબ્ધ કરાવવાનું મહત્વ સમજે છે. આપણે આપણા વડીલો પ્રત્યેની તેમની દેશ સેવા માટે આભાર વ્યક્ત કરી શકતા નથી, દરેક વડીલને સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી મદદ મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે વધુ પ્રયાસ કરવા જોઈએ.”

હાઉસ કમિટી ઓન વેટરન્સ અફેર્સનાં સભ્ય કોંગ્રેસવૂમન ડેલિયા રેમિરેઝે જણાવ્યું હતું કે, આપણા દેશમાં હેલ્થવર્કરની અછતથી અસર પામેલા વડીલો પ્રત્યેની આપણી કટિબદ્ધતાને જાળવવાની આપણી ફરજ છે. આ કાયદાને ધ વેટરન્સ ફોર પીસ સેવ અવર વીએ નેશનલ પ્રોજેક્ટ અને ધ અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિએશન દ્વારા સમર્થન મળ્યું આવ્યું છે.

—————————–

LEAVE A REPLY

2 × 4 =