ઉનાળામાં ગુજરાતમાં પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્યના ૭૨ જળાશયો આધારિત જે જુથ યોજનાઓ પાણી મેળવે છે, તે તમામ જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત કરવામાં આવ્યું છે. ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબ વેલ પણ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મિનિ યોજનાઓ પણ કાર્યરત કરવામાં આવી છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના નર્મદા આધારિત ૧૦,૦૪૦ ગામ અને અન્ય સરફેસ સોર્સ આધારિત ૪૪૨૦ ગામને મળી કુલ ૧૪,૪૬૦ ગામને પાણી પુરવઠો પૂરો પાડવા ૨૬૬ જુથ યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેતા ગામો મીની યોજના, ટ્યુબ વેલ, કુવા, હેન્ડ પમ્પ જેવા સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં જરૂરિયાત જણાયે નવા ૨૦૦ ડી.આર. બોર તેમજ ૩૦૦૦ જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ સરેરાશ ૨૧૦૦ એમ.એલ.ડી. જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. જ્યારે ભાવનગર જિલ્લાના બુઘેલથી બોરડા સુધીની ૫૫ કિ.મી બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ કરી વધારાનુ ૧૮૦ એમ.એલ.ડી. પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. રાજ્યના અગરિયાઓને દરિયા કાંઠે પણ પીવાનું પાણી પૂરું પાડવા માટે ટેન્કરનું આયોજન કરવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

sixteen − 12 =