ચાલુ વર્ષે જૂન સુધીમાં 87,026 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. આ લોકો અમેરિકા, પાકિસ્તાન, જર્મની સહિત 135 દેશોમાં ગયા હતા, એમ લોકસભામાં વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી.
લોકસભામાં એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ઘણા ભારતીય નાગરિકોએ વિદેશી નાગરિકતા લેવાનું પસંદ કર્યું છે…સરકાર આ ગતિવિધિથી વાકેફ છે અને ‘મેક ઇન ઇન્ડિયા’ની આસપાસ કેન્દ્રિત અનેક પહેલો હાથ ધરી છે જેનાથી લોકો પ્રતિભાનો ઘરે બેઠાં ઉપયોગ કરી શકશે. વિદેશમાં ભારતીય સમુદાય રાષ્ટ્ર માટે મૂલ્યવાન સંપત્તિ છે અને સરકારે ડાયસ્પોરા સાથેના વિચારવિમર્શમાં પરિવર્તનકારી પહેલ કરી છે.
જયશંકરે કહ્યુ- 2011થી લઇને અત્યાર સુધી સાડા 17 લાખ લોકો ભારતીય નાગરિકતા છોડી ચુક્યા છે જેમાં સૌથી વધુ લોકો અમેરિકા જઈ રહ્યા છે.છેલ્લા બે દાયકામાં મોટી સંખ્યામાં ભારતીય ગ્લોબલ વર્કપ્લેસની શોધ કરતા રહ્યા છે, જેમાંથી કેટલાક લોકોએ પોતાની સુવિધા માટે બીજા દેશોની નાગરિકતા અપનાવી છે. 2020માં 85 હજાર, 2021માં 1.63 લાખ અને 2022માં 2.25 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી હતી.
2021માં અમેરિકા ગયેલા 7.88 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા છે, જ્યા 23,533 હજાર ભારતીયોએ નાગરિકતા છોડી દીધી છે. તે બાદ ત્રીજા નંબર પર કેનેડા અને ચોથા નંબર પર બ્રિટન જોવા મળે છે. આ ઉપરાંત 2011માં 1,22,819, 2012માં 1,20,923, 2013માં 1,31,405, 2014માં 1,29,328એ લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી.