જૂનાગઢમાં સોમવારે બે માળની ઇમારત ધરાશાયી થયા બાદ સ્થાનિક લોકો બચાવ કામગીરી કરી રહ્યાં છે. (ANI Photo)

જૂનાગઢ શહેરમાં 24 જુલાઈએ બે માળની ઈમારત ધરાશાયી થતાં બે બાળકો સહિત કુલ 4 લોકોના મોત થયા અને બીજા છ લોકો દટાયા હોવાની આશંકા હતી. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી તથા સર્ચ એન્ડ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

આ જર્જરિત ઇમારતમાં દુકાનો અને રહેણાંક એકમોનો સમાવેશ થતો હતો અને તે કડિયાવાડ વિસ્તારમાં આવેલી હતી. કાટમાળ હટાવવા માટે બુલડોઝર કામે લગાડાયા હતા અને એમ્બ્યુલન્સને સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. શહેરમાં મુશળધાર વરસાદથી તારાજી સર્જાયાના બે દિવસ બાદ આ ઘટના બની હતી. જૂનાગઢ શહેરમાં રવિવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકના સમયગાળામાં 241 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા.

LEAVE A REPLY