રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પદ જાળવી રાખશે. રિલાયન્સની 46મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે તેમણે આ જાહેરાત કરી હતી.
અંબાણીએ કહ્યું હતું કે “હું વધુ પાંચ વર્ષ સુધી ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની મારી ફરજો અને જવાબદારીઓ વધુ જોમપૂર્વક નિભાવવાનું ચાલુ રાખીશ.” ચેરમેને તેમની ત્રણ મુખ્ય જવાબદારીઓ પર પ્રકાશ પાડ્યો જેમાં આકાશ, ઇશા અને અનંત અંબાણી સહતિના નવી પેઢીના લીડરને તૈયાર કરવાની અને માર્ગદર્શન આપવાની, રિલાયન્સની સંસ્થાકીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવાનો સમાવેશ થાય છે.