સૂર્યનો અભ્યાસ કરવા માટે પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા આદિત્ય-L1. ફાઇલ તસવીર (ANI Photo)

ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા પછી  ભારતીય અવકાશ એજન્સી ઇસરોએ મંગળવારે  સૂર્ય મિશન માટેની તારીખ જાહેર કરી હતી. ઇસરો 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11.50 વાગ્યે સૂર્યનો અભ્યાસ કરવા માટે દેશની પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા આદિત્ય-L1 લોન્ચ કરશે.

આદિત્ય-L1નું નામ હિંદુ પૌરાણિક કથાઓમાં આવતા સૂર્ય ભગવાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ અવકાશયાન શ્રીહરિકોટથી ઇસરોના રોકેટ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ-XL વેરિઅન્ટ (PSLV-XL) દ્વારા છોડવામાં આવશે. શરૂઆતમાં આદિત્ય-એલ1ને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષા (LEO)માં મૂકવામાં આવશે. આ પછી ભ્રમણકક્ષામાં વધારો કરાશે. અવકાશયાન L1 તરફ જશ તેમ  તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના પ્રભાવ (SOI)માંથી બહાર નીકળી જશે.

SOIમાંથી બહાર નીકળ્યા પછી અવકાશયાનને L1 ની આસપાસ વિશાળ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં આવશે. આદિત્ય-L1 આશરે ચાર મહિનાની સફર કરશે અને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમીનું અંતર કાપશે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર લગભગ 3,84,000 કિમી છે.

LEAVE A REPLY

two − 1 =