ગુજરાતમાં 27 ઑક્ટોબરથી યાત્રાધામો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. 31 ઑક્ટોબર સુધી એટલે કે 5 દિવસ ચાલનાર આ સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્યના 8 મહત્વના યાત્રાધામો સહિત કુલ 53 યાત્રાધામો ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 2 ઑક્ટોબર ગાંધી જયંતીથી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું છે કે જેના હેઠળ ગુજરાતમાં પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સઘન સફાઈ અભિયાન શરુ કરાયું છે. અભિયાન હેઠળ હવે રાજ્યના યાત્રાધામો ખાતે પણ સઘન સફાઈ ઝુંબેશ હાથ થરાઈ હતી.
આ અભિયાન હેઠળ રાજ્યના 8 મુખ્ય યાત્રાધામો ખાતે સઘન સફાઈ અભિયાન શરુ થયું છે. આ 8 મહત્વના યાત્રાધામોમાં અંબાજી, સોમનાથ, દ્વારકાધીશ, ડાકોર, ગિરનાર, પાલીતાણા જૈન તીર્થ, પાવાગઢસ્થિત મહાકાળી માતા મંદિર તથા શામળાજીસ્થિત વિષ્ણુ મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 44 ‘અ’ તથા ‘બ’ કક્ષાના અને અન્ય યાત્રાધામો ખાતે પણ આ અભિયાન હાથ ધરાયું હતું.

LEAVE A REPLY