દક્ષિણ ભારતના કેરળના કલામસેરીમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને 36 લોકો ઘાયલ થયા હતા. પ્રાર્થના સભા શરૂ થયાની થોડી જ મિનિટોમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા હતા. (PTI Photo)

દક્ષિણ ભારતના કેરળના કલામસેરીમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને 36 લોકો ઘાયલ થયા હતા. પ્રાર્થના સભા શરૂ થયાની થોડી જ મિનિટોમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા હતા.

આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોને પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું કે વિસ્ફોટોને જોતા શહેરના ભીડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એ જ રીતે, મુંબઈ પોલીસે તહેવારોની સિઝન, આગામી ક્રિકેટ મેચો અને કેરળમાં તાજેતરમાં થયેલા વિસ્ફોટોને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ અને સુરક્ષા વધારી દીધી હતી.

કેરળની આ ઘટના કોચીથી લગભગ 10 કિલોમીટર દૂર કલામસેરીના એક કન્વેન્શન સેન્ટરમાં બનીહતી. તેમાં પ્રાર્થનાસભામાં માટે આશરે 2,000 લોકો ઉપસ્થિત હતા. કન્વેન્શન સેન્ટરમાં હાજર લોકોએ મીડિયાને જણાવ્યું કે પહેલો બ્લાસ્ટ પ્રાર્થનાની વચ્ચે થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટિફિન બોક્સની અંદર વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા.

કન્વેન્શન સેન્ટરમાં ખ્રિસ્તી લોકોની પ્રાર્થના ચાલી રહી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિસ્ફોટોને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવતા કહ્યું કે પરિસ્થિતિને ગંભીરતાથી જોવામાં આવી રહી છે. રાજ્યના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વિસ્ફોટના સ્થળે જઈ રહ્યા છે. વિસ્ફોટોની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કરશે. એજન્સીની ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

LEAVE A REPLY