High Court orders to hold municipal elections without OBC reservation in UP
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓસ્ટ્રેલિયન ફેડરલ કોર્ટે તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર નવદીપ સૂરી સિંહને તેમની ભૂતપૂર્વ નોકરાણી સીમા શેરગીલને વળતર તરીકે $136,000થી વધુ ચૂકવવા આદેશ આપ્યો હતો. નવદીપ સૂરી સામે કામવાળી સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મૂક્યો હતો.

ભારતીય ઓફિસરને ત્યાં એક પંજાબી મહિલા કામવાળી તરીકે હતી અને તેની પાસે રોજના સાડા 17 કલાક કામ લેવામાં આવતું હતું. તેની સામે પૂરતો પગાર પણ નહોતો અપાતો. સીમા જણાવ્યું હતું કે તેના માલિકની પત્ની પણ તેના કામમાં સતત વાંધા ઉઠાવતી હતી અને તેની સાથે ઝઘડો કરતી હતી. તેની પાસે ઘણા બધા લોકોની રસોઈ બનાવવાની ફરજ પાડવામાં આવતી હતી અને બહુ મામૂલી પગાર અપાતો હતો.

સીમા શેરગીલે જણાવ્યું હતું કે તે એપ્રિલ 2015માં ઓસ્ટ્રેલિયા આવી હતી અને કેનબેરા ખાતે તેના ભૂતપૂર્વ એમ્પ્લોયર નવદીપ સુરીને ત્યાં રહી હતી. ત્યાર પછી મે 2016માં તે ઘર છોડી ગઈ હતી.

ફેડરલ કોર્ટમાં સાબિત થયું હતું કે સીમા શેરગીલ પાસે રોજના 17.5 કલાક કામ કરાવવામાં આવતું હતું. તેણે ઘરની સફાઈ, રસોઈ બનાવવી અને ગાર્ડનને વ્યવસ્થિત રાખવાનું કામ કરવું પડતું હતું. તે માત્ર સૂરી દંપતીના ડોગને બહાર ફરાવવા લઈ જઈ શકતી હતી. તે સિવાય તેને ઘરમાંથી બહાર નીકળવાની છૂટ ન હતી.

 

LEAVE A REPLY