પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં કોરોના મહામારી પછી નાની ઉંમરે હાર્ટ એેટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે નવસારીમાં 17 વર્ષની એક વિદ્યાર્થીનીનું સોમવારે કથિત રીતે હાર્ટ એટેકથી મોત થયું હતું.  નવસારીની એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની શાળામાં રિસેસ દરમિયાન સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક ઢળી પડી હતી. શાળાના શિક્ષકો તેને હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

નવસારી શહેરની નજીક આવેલા પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધો. 12 સાયન્સ ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તનિષા ગાંધી રોજિંદા ક્રમ મુજબ સવારે શાળા પર આવી હતી. 10 વાગ્યે રિસેસ પડ્યા બાદ તનિષા તેની બહેનપણીઓ સાથે સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક તેની તબિયત બગડી હતી. શાળાનો સ્ટાફ તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો.

 

LEAVE A REPLY

11 + eleven =