A drunken student urinated on a passenger on a New York-Delhi flight
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગયા વર્ષના 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં પેશાબકાંડ પછી બીજી આવી ઘટના બની છે. આ વખતે ન્યુયોર્કથી નવી દિલ્હી જતી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં એક પેસેન્જરે નશાની હાલતમાં કથિત રીતે પુરુષ સહ-મુસાફર પર પેશાબ કર્યો હતો, એમ મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને રવિવારે જણાવાયું હતું. આ ઘટના ફ્લાઇટ નંબર AA292માં બની હતી, જેને શુક્રવારે રાત્રે 9.16 વાગ્યે ન્યૂયોર્કથી ઉડાન ભરી હતી અને શનિવારે સવારે 10.12 વાગ્યે અહીંના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ઉતરી હતી.

એરપોર્ટ પરના એક સૂત્રએ કહ્યું કે આરોપી અમેરિકન યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તે નશાની હાલતમાં હતો અને તેણે ઉંઘમાં કપડા પર પેશાબ કર્યો હતો, જેના કારણે તેની બાજુમાં બેઠેલા મુસાફરના કપડાં પણ ભીના થઈ ગયા હતા. ત્યાર પછી મુસાફરે ક્રૂને ફરિયાદ કરી હતી.

પીડિત મુસાફર પોલીસને આ બાબતની જાણ કરવા માંગતો ન હતો, કારણ કે આરોપી વિદ્યાર્થીએ માફી માંગી હતી અને ફરિયાદ કરવાથી તેની કારકિર્દી જોખમમાં આવી શકે છે એમ પણ જણાવ્યું હતું. જોકે, એરલાઈને તેને ગંભીરતાથી લીધી અને IGI (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ) એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને આ બાબતની જાણ કરી. ઘટનાની જાણ થતાં જ ક્રૂએ પાયલટને જાણ કરી, જેણે બદલામાં એટીસીને સમગ્ર કેસની જાણ કરી હતી. એટીસીએ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાનોને જાણ કરી, જેમણે આરોપી મુસાફરને દિલ્હી પોલીસને સોંપી દીધો હતો.

LEAVE A REPLY

1 × three =