પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના સેન એન્ટોનિયોમાં પોલીસના ફાયરિંગના ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું હતું. હુમલાના કેસના સંબંધમાં પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ બે પોલીસ અધિકારીઓ પર તેનું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સચિન સાહૂને 21 એપ્રિલે પોલીસ અધિકારી ટાયલર ટર્નરે  ગોળી માર્યા બાદ તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સાહૂ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે અમેરિકન નાગરિક હોવાની શક્યતા છે.

સચિન સાહૂની ભૂતપૂર્વ પત્નીએ જણાવ્યું હતું કે તે માનસિક રીતે બીમાર હતો. એક મારામારીના કેસમાં પોલીસ તેને પકડવા ગઈ ત્યારે ડખો થયો અને પોલીસે તેને ગોળી મારી દીધી હતી.

પ્રાથમિક તપાસ પ્રમાણે 21 એપ્રિલે સેન એન્ટોનિયો ખાતે સાંજે પોલીસને કોલ આવ્યો કે એક માણસ ખતરનાક હથિયારો લઈને હુમલો કરી રહ્યો છે. પોલીસ આ જગ્યાએ 6.30 વાગ્યે પહોંચી ગઈ હતી. ત્યાં જઈને જોયું તો સચીન સાહૂએ એક 51 વર્ષીય મહિલા સાથે કાર ટકરાવી હતી અને પોતે ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને ગંભીર હાલમાં નજીકની હોસ્પિટલે લઈ જવાઈ હતી. ત્યાર પછી સાહૂને પકડવા માટે વોરન્ટ ઈશ્યૂ કરાયા હતા. કોઈ પડોશીએ પોલીસને જાણ કરી કે સચિન સાહૂ તેની અસલ જગ્યાએ પાછો આવી ગયો છે. પોલીસે તે જગ્યાએ પહોંચીને સાહૂનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેણે તેના પર વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. એક ઓફિસરને સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયો હતો જ્યારે બીજા એક પોલીસમેનને ઘટનાસ્થળે જ સારવાર અપાઈ હતી.

પોલીસ ઓફિસરે જણાવ્યું કે સાહૂએ તેની રૂમમેટ પર વાહન દોડાવી દીધું હતું અને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી જેના કારણે તેના પર મલ્ટિપલ સર્જરી કરવી પડી હતી. વોરંટના આધારે પોલીસ સાહૂના લોકેશન પર તેને શોધવા ગઈ હતી, પરંતુ પોલીસને તપાસમાં સહકાર આપવાના બદલે તેણે તેના પર હુમલો કર્યો હતો. તેના કારણે સાહૂના વાહનથી પોલીસને ઈજા થઈ હતી. આખી ઘટના કેવી રીતે બની તે જાણવા માટે પોલીસ પોતાના બોડી કેમેરાના ફૂટેજને રિવ્યૂ કરશે.

સાહૂની ભૂતપૂર્વ પત્ની લી ગોલ્ડસ્ટેને કહ્યું કે સાહૂને બાઈપોલર ડિસઓર્ડર હતો અને તે સ્કીઝોફ્રેનિયાના લક્ષણો પણ ધરાવતો હતો. એટલે કે તેની માનસિક હાલત બરાબર ન હતી. છેલ્લા દશ વર્ષથી તે બાઈપોલર ડિસઓર્ડરથી પીડાતો હતો જેના કારણે તેનો મૂડ ગમે ત્યારે બદલાઈ જતો હતો. તેની ભૂતપૂર્વ પત્નીનું કહેવું છે કે સાહૂ એક પિતા તરીકે બહુ સારો હતો અને આખા પરિવારની કાળજી રાખતો હતો જ્યારે પોતે ઘર સંભાળતી હતી

 

 

000000000000

ઇન્દિરાની સંપત્તિ

LEAVE A REPLY

1 + fifteen =