વૈશ્વિક આધ્યાત્મિક નેતા, પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ લંડનની મુલાકાતે પધાર્યા છે અને તેઓ સોમવાર 21મી ઓગસ્ટ 2023થી ગુરુવાર 31મી ઓગસ્ટ 2023 સુધી લંડનના કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિરમાં નિવાસ કરશે.

મંદિર દ્વારા શનિવાર 12મી ઑગસ્ટના રોજ સાંજે એકેડેમી ઑફ પર્ફોર્મિંગ આર્ટસ એન્ડ કલ્ચર દ્વારા નૃત્ય અને સંગીતની સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી શનિવાર 26મી ઑગસ્ટના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી 2024માં આવનારા 10મા વર્ષના ઉત્સવની શરૂઆત સાથે કિંગ્સબરી મંદિરની 9મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. તો રવિવાર 27મી ઓગસ્ટે સાંજે 7 થી 9 વાગ્યા સુધી છેલ્લા 12 મહિનામાં ઉત્કૃષ્ટ અને લાયકાત મેળવનારા લોકોને ઓળખીને પુરસ્કાર આપવામાં આવશે.

બુધવાર 30મી ઓગસ્ટે સાંજે 7 થી 9 વાગ્યા સુધી યોજાનારી સભામાં શાંતિ અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપતા પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાશે.

LEAVE A REPLY