અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં રિયાધથી આવેલા પ્રવાસીને કસ્ટમ વિભાગ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમ કહીને રૂ. પાંચ લાખની કિંમતના સોનાના બિસ્કિટ, રોકડ, મોબાઇલ મળીને અંદાજે છ લાખની મતાની લૂંટ કરવાની ઘટના બની છે. જે અંગે એરપોર્ટ પોલીસે સીસીટીવીને આધારે ત્રણ શખ્સોની ધરપકડ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણેય જણા એરપોર્ટ પર પાર્કિગની કામગીરી કરતી કંપનીમાં નોકરી કરતા હતા અને રાતના સમયે વિદેશથી આવતા મુસાફરોને રોકીને કસ્ટમના નામે તોડ કરતા હતા.