શહેરના કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારને 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાયબ મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યમંત્રી સાથે શહેરમાં લદાયેલા કર્ફ્યુની જાહેરાત કરી હતી. આવતીકાલથી સવારે 6 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થશે. મહિલાઓને આમાં 3 કલાક મુક્તિ આપવામાં આવી છે. બપોરે 1થી 4 વાગ્યા સુધી કર્ફ્યૂમાં મુક્તિ અપાશે. કોરોનાને પગલે અમદાવાદના કોટ વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરાયો છે. ત્યારે અમદાવાદના 3 વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિટિંગ યોજી હતી. મિટિંગમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી. જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોના કેસને પગલે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા.