પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાને રદ કરવા માટે ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ફગાવી દીધી હતી. સ્વામીએ પોતાની પિટિશનમાં કહ્યું હતુ કે, એર ઈન્ડિયાની હરાજી માટેની પ્રક્રિયા ભ્રષ્ટ હતી અને તેમાં ટાટા ગ્રૂપની તરફેણમાં ગોટાળો આચરવામાં આવ્યો હતો.

સરકારે કહ્યું હતું કે, એર ઈન્ડિયાની ખોટને જોતા તેનુ ખાનગીકરણ કરવા માટે સરકારે નીતિગત નિર્ણય લીધો હતો. આ સોદા અંગે કશું ખાનગી નહોતુ. તેના પર ફરી વિચાર કરવાની જરુર નથી. દરમિયાન ટાટા ગ્રૂપે દલીલ કરી હતી કે, એર ઈન્ડિયા માટે બોલી લગાવનાર ટાટા ગ્રૂપ 100 ટકા ભારતીય કંપની છે અને ભ્રષ્ટાચારના જે પણ આક્ષેપો કરાયા છે તે પાયા વગરના છે.સરકાર 2017થી એર ઈન્ડિયાને વેચવા માંગતી હતી અને પરેશાનીનો સામનો કરી રહી હતી. પિટિશનમાં કશું નવુ નથી. સ્વામી છેલ્લા કેટલાક સમયથી પોતાની જ પાર્ટીની સરકારના નિર્ણયનો વિરોધી કરી રહ્યા છે.