Integration of reservation system of Air India Express and AirAsia India

એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે એર લાઈન દ્વારા અમેરિકાના ન્યૂ યોર્ક – જેએફકે એરપોર્ટ – મુંબઈની ડાયરેક્ટ ફલાઈટ જે 2019માં બંધ કરી હતી, તે 14 ફેબ્રુઆરીથી ફરી શરૂ કરી રહી છે. આ ડેઈલી ફલાઈટ સાથે હવે એર ઈન્ડિયાની મુંબઈથી અમેરિકા વચ્ચેની નોન સ્ટોપ ફલાઈટ્સની સંખ્યા વધીને 3 થઈ છે.  

અત્યાર સુધી મુંબઈથી નેવાર્ક (ઈડબ્લ્યુઆર) અને સાન ફ્રાન્સિસ્કો (એસએફઓ) વચ્ચે નોન સ્ટોપ ફલાઈટ્સ ચાલુ હતી, તેમાં હવે આ વધારો થયો છે. 

આ નવી ફલાઈટ – એઆઈ 119 મુંબઈથી મધ્ય રાત્રીએ 00.55 કલાકે રવાના થશે અને ન્યૂ યોર્ક એ જ દિવસે સવારે 06.55 કલાકે (બન્ને જગ્યાએ સ્થાનિક સમય) પહોંચશે. પાછા વળવા માટે એ જ દિવસે સવારે 10.55 કલાકે ફલાઈટ એઆઈ 116 ન્યૂ યોર્કથી રવાના થશે અને બીજા દિવસે સવારે 11.35 કલાકે મુંબઈ (બન્ને જગ્યાએ સ્થાનિક સમય) પહોંચશે. આ નવી ફલાઈટ એરલાઈનમાં નવા જ સમાવેશ કરાયેલા બોઈંગ 777 એલઆર (લોંગ રેન્જ) વિમાન સાથે ઓપરેટ થશે. આ સાથે એર ઈન્ડિયાની ભારતથી અમેરિકા જતી ડાયરેક્ટ, નોન સ્ટોપ ફલાઈટ્સની સંખ્યા સાપ્તાહિક 47ની થઈ છે.  

LEAVE A REPLY

fourteen − thirteen =