America has increased the visa fee in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના વિદેશ મંત્રાલયે ગયા સપ્તાહે ઈન્ડિયામાં આપેલી માહિતી પ્રમાણે બિઝનેસ અથવા ટુરિસ્ટ્સ માટેના વિઝિટર વિઝા (B1/B2) તેમજ બીજા નોન-પિટિશન – જેવા કે સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર વિઝાની ફી ૧૬૦ ડોલરથી વધારીને ૧૮૫ ડોલર કરવામાં આવી છે. આ નવા ફીના દર 30મી મે, 2023થી અમલી બનશે.

આ ઉપરાંત, કેટલાક ટેમ્પરરી વર્કર્સ (H, L, O, P, Q અને R કેટેગરી) માટે ચોક્કસ પિટિશન આધારિત નોન ઈમિગ્રેશન વિઝાની ફી ૧૯૦ ડોલરથી વધારીને ૨૦૫ ડોલર કરવામાં આવી છે. ટ્રીટી ટ્રેડર, ટ્રીટી ઈન્વેસ્ટર અને સ્પેશિયાલિટી ઓકયુપેશન (ઈ કેટેગરી)માં ટ્રીટી અરજદારો માટે વિઝા ફી ૨૦૫ ડોલરથી વધારીને ૩૧૫ ડોલર કરવામાં આવી છે.

આ સૂચના મુજબ કોન્સ્યુલર ફીઝને આ નિયમ લાગું પડતો નથી અને કેટલાક એક્સચેન્જ વિઝિટર્સ માટે લાગું પડતી બે વર્ષની ફી જરૂરી બનતી હોય તેવી રેસિડેન્સીને મુક્તિનો આમાં સમાવેશ થાય છે.

ગયા વર્ષે ૧ ઓક્ટોબરના રોજ અથવા એ પછી જે વિઝા ઈન્ટરવ્યૂ માટે ફી ચૂકવાઈ હોય તે ફી પેમેન્ટના ઈનવોઈસની તારીખથી ૩૬૫ દિવસ સુધી સ્વીકાર્ય હશે. ૧ ઓક્ટોબર ૨૦૨૨ અગાઉના અરજદારોએ જે ફી ચૂકવી હોય તે આ વર્ષના ૩૦ સપ્ટેમ્બર સુધી વેલિડ રહેશે. તેના પગલે અરજદારોએ તેમના ઈન્ટરવ્યૂ પ્રિ શિડયુલ કરવાના રહેશે અથવા ૩૦ સપ્ટેમ્બર અગાઉ ઈન્ટરવ્યૂ વેઈવર અરજી આપવાની રહેશે.

અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ઈમિગ્રન્ટ અને નોન ઈમિગ્રન્ટ પ્રવાસીઓ બંને માટે પ્રવાસ સુગમ બનાવવા પ્રતિબદ્ધ છે. નોન-ઈમિગ્રેશન સર્વિસ આપવાના ખર્ચમાં વધારો થયો હોવાથી વિઝાની ફી પણ વધારવામાં આવી છે. તાજેતરમાં આ વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેના આધારે વિઝા ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

11 + nineteen =