અમેરિકામાં બાઇડેન એડમિનિસ્ટ્રેશન ગુરુવારે મેક્સિકો સરહદ તરફ જતા આશ્રય ઇચ્છનારાઓ માટે ગ્વાટેમાલા અને કોલમ્બિયામાં માઇગ્રેશન કેન્દ્રો શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી છે, જે મહામારીના સમયના ઇમિગ્રેશન પ્રતિબંધોનો અંત આવતા સ્થળાંતર કરનારાઓને ઘટાડવા માટેનો પ્રયાસ છે. માઇગ્રેશન કેન્દ્રો 11 મેના રોજ પ્રતિબંધોનો અંત આવે ત્યારે હજારો લોકોને દક્ષિણ સરહદે વારંવાર જોખમી મુસાફરી કરતા અટકાવવાના પ્રયાસનો એક ભાગ છે.
આ અંગે હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી એલેજાન્ડ્રો મેયોરકાસે મીડિયાને જણાવ્યું હતું કે, “આ એક સમસ્યા છે જે સમાધાન ઇચ્છે છે.” મેયોરકાસે એ પણ ચેતવણી આપી હતી કે સ્થળાંતર કરનારાઓ અને માનવ તસ્કરોએ નવી સમયમર્યાદામાં એમ ન સમજવું કે સરહદ ખુલી ગઇ છે: “હું અહીં સ્પષ્ટ કરું છું કે, અમારી સરહદ ખુલી નથી અને 11 મે પછી ખુલી રહેશે નહીં.”
બાઇડેન એડમિનિસ્ટ્રેશને, રીપબ્લિકન દ્વારા તેમના વડપણ અંતર્ગત સરહદને મોટાપાયે ખુલી મુકવા અંગેની આતુરતા સામે વારંવાર ચેતવણી આપી છે કે મહામારીના સમયના ઇમિગ્રેશન પ્રતિબંધોના અંતનો અર્થ એ નથી કે સ્થળાંતર કરનારાઓએ અમેરિકામાં આવવાનો પ્રયાસ કરવો જોઈએ.