Getty Images)

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે નાગરિકતા સંશોધન એક્ટના પક્ષમાં રાજસ્થાનના જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, જેટલી પર ગેરસમજ ફેલાવવી હોય તે ફેલાવી દો પરંતુ બીજેપી આ મામલે એક ઈંચ પણ પીછેહટ નહીં કરે.અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ, મમતા દીદી, એસપી, બીએસપી, કેજરીવાલ એન્ડ કંપની આ કાયદાનો વિરોધ કરી રહી છે. હું તે દરેક લોકોને પડકાર આપુ છું કે તે લોકો સાબીત કરે કે આ કાયદાથી કોઈ પણ અલ્પસંખ્યકનું નુકસાન થાય છે.

અમિત શાહે કહ્યું છે કે, રાહુલ બાબાએ જો કાયદો વાચ્યો હોય તો તેઓ મારી સામે ચર્ચા કરવા માટે આવી જાય અને જો ન વાંચ્યો હોય તો ઈટલી ભાષામાં તેનું ટ્રાન્સલેટ કરીને મોકલવા તૈયાર છું.અમિત શાહે કહ્યું કે, સમગ્ર વિપક્ષી પાર્ટી એક થઈ જશે તો પણ બીજેપી સીએએ મામલે એક ઈંચ પણ પાછી નહીં ખસે. જેટલો ભ્રમ ફેલાવો હોય એ ફેલાવી દો પરંતુ અમે કાયદામાં પીછે હટ નહીં કરીએ. જનસભામાં અમિત શાહે લોકોને એક નંબર આપ્યો છે અને કહ્યું છે કે, તમે આ નંબર પર મિસકોલ કરીને સીએએમાં સમર્થન નોંધાવી શકો છો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જોધપુરમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ દેશમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં જનજાગરણ અભિયાનનું આયોજન કર્યું છે. જેમને વોટબેન્કનું રાજકારણ કરવું છે તે જ લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ સીએએના વિરોધમાં ખોટી માન્યતા ફેલાવી છે. તેઓ દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તે જ કારણથી અમે સીએએ વિશે જનજાગરણ કરી રહ્યા છીએ.

ગૃહમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી જે હિન્દુ, જૈન, બૌદ્ધ, સિખ, ઈસાઈ અને પારસી અલ્પસંખ્યક આવ્યા છે તેમને અત્યાર સુધી કોઈએ ચિંતા નથી કરી. પરંતુ મોદી સરકારે આ વાયદાને નિભાવ્યો છે. તેમને ભારતમાં નાગરિકતા આપવા વિશે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ સહિત દરેક નેતાઓએ વાયદો કર્યો હતો. શું તેઓ પણ સાંપ્રદાયિક હતા. કોંગ્રેસે વોટ બેન્કના કારણે કશુ ન કર્યું. પરંતુ નરેન્દ્ર મોદી 56 ઈંચની છાતી વાળા છે. તેઓ કોઈનાથી નથી ગભરાતા.