Getty Images)

નાગરિકતા સંશોધન કાનૂન અને એનઆરસી પર વકરેલા વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોણો માર્યો છે. સિલીગુરીમા એક રેલીને સંબોધતા મમતા બેનર્જીએ પીએમ મોદીને પ્રશ્ન પૂછતા કહ્યુ હતુ કે, તમે ભારતના વડાપ્રધાન છો કે પાકિસ્તાનના એમ્બેસેડર? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના કર્ણાટકના પ્રવાસ દરમિયાન ગુરૂવારે વિપક્ષને આડે હાથ લીધા હતા.

તેમણે કહ્યુ કે, જે લોકો સંસદની બહાર CAAનો વિરોધ કરે છે, તેઓએ પાકિસ્તાનમા હિંદુઓ પર થઇ રહેલા અત્યાચાર સામે પણ વિરોધ કરવો જોઇએ. મમતા બેનર્જીએ રેલીમાં કહ્યુ કે, ભારત એક વિશાળ દેશ છે. જેની સંસ્કૃતિ અને વારસો સમૃદ્ધ છે, શા માટે તમે અમારા દેશની તુલના પાકિસ્તાન સાથે કરો છો? તમે દેશની દરેક બાબતે પાકિસ્તાનના ગુણગાન કેમ ગાઉ છો? શરમની વાત છે કે, આઝાદીના 70 વર્ષ પછી પણ દેશના નાગરિકોને પોતાની નાગરિકતા સાબિત કરવી પડે છે. મમતા બેનર્જીએ હુંકાર કર્યો કે, હું નાગરિકતા સંશોધન કાનૂન અને એનઆરસીના વિરોધમા લડત ચલાવી રહી છું. મારી સાથે આવો. હું તમામ લોકોને વિનંતી કરૂ છુ લોકતંત્રને બચાવવા માટે આગળ આવો.