અનુપમ મિશન દ્વારા ગુરૂહરી સંત ભગવંત સાહેબજી દાદાની દૈવી ઉપસ્થિતીમાં તેમની વૈશ્વિક તીર્થયાત્રાના 50 વર્ષની (એપિક ગ્લોબલ પીલગ્રીમેજ) ઉજવણી પ્રસંગે અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેનહામ, U89 4NA ખાતે શનિવાર 19 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 7.45 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રવિવાર 20 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 11.30 કલાકે ગુરૂહરિ સાહેબજી દાદાની વૈશ્વિક તીર્થયાત્રાના 50 વર્ષની ઉજવણી કરતી સભાનું આયોજન કરાયું છે.

ગુરૂહરિ સાહેબજી દાદાની ઉપસ્થિતીમાં વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. અનુપમ મિશન દ્વારા યોજાનારા તમામ કાર્યક્રમોમાં જોડાવા માટે સૌને નિમંત્રણ આપવામાં આવ્યું છે.

આ વર્ષ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કેમ કે ગુરૂહરિ સાહેબજીની વૈશ્વિક તીર્થયાત્રાના 50 વર્ષની ઉજવણી કરાઇ રહી છે. 1973માં શરૂ થયેલી યાત્રા દૈવી હિંમત, સ્થિતિસ્થાપકતા, ભક્તિ, શરણાગતિ અને સેવાની યાત્રા છે. સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ વાર્તાની ઉજવણીનું પ્રદર્શન કરાશે. તાંબાના મોટા ઘડા વગાડવામાં આવતા સંગીતની સાથોસાથ ગાઇને કે બોલીને કરાતી કથાના પ્રાચીન સ્વરૂપના પુનરુત્થાન એવા માન ભટ્ટનો કાર્યક્રમ પણ રખાયો છે.

મંદિર ખાતે મંગળવાર 15 ઓગસ્ટના રોજ સાંજે ભારતના સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તો બુધવારે તા. 16 ઓગસ્ટના રોજ સવારે પાટોત્સવ પૂજા સમારોહ અને સાંજે કીર્તન સંધ્યાનું શાનદાર આયોજન કરાયું હતું.

મંદિર ખાતે ગુરુવાર 17 ઓગસ્ટના રોજ સાંજે 7.45 કલાકે પૂજ્ય હિંમત સ્વામી પ્રાગટ્યદિન સભાનું; શુક્રવાર તા. 18 ઓગસ્ટના રોજ સાંજે 7.45 કલાકે ગુરૂહરિ સાહેબજી દાદાના એપિક ગ્લોબલ પીલગ્રીમેજ ઉત્સવની ઉજવણી કરાશે.

શનિવાર તા. 19 ઓગસ્ટના રોજ સાંજે 7.45 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અને માન ભટ્ટ કાર્યક્રમ; રવિવાર તા. 20 ઓગસ્ટના રોજ સવારે 10-30 કલાકે ગુરૂહરિ સાહેબજીના 50 વર્ષના એપિક ગ્લોબલ પીલગ્રીમેજ ઉત્સવ સભા યોજાશે.

બુધવાર તા. 23 ઓગસ્ટના રોજ સાંજે સાંજે 7.45 કલાકે કીર્તન સંધ્યાનું આયોજન કરાયું છે. શનિવાર તા. 26 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે શિબીરના સેશન 1 અને સાંજે 5 કલાકે શિબીરના સેશન 2નું આયોજન કરાયું છે.

રવિવાર તા. 27 ઓગસ્ટના રોજ સવારે 10.30 કલાકે સદગુરૂ પ. પૂ. શાંતિદાદા માહાત્મ્ય સભાનું અને સાંજે 4.30 કલાકે સદગુરૂ પ. પૂ. શાંતિદાદા પ્રાગટ્યદિન સભાનું આયોજન કરાયું છે.

મંગળવાર તા. 29 ઓગસ્ટના રોજ સાંજે 7.45 કલાકે પૂજ્ય દિલીપદાસજી પ્રાગટ્યદિન સભા, બુધવાર તા. 30 ઓગસ્ટના રોજ સાંજે 7.45 કલાકે રક્ષા બંધન સભા, રવિવાર તા. 3 સપ્ટેમ્બરના રોજ સાંજે 4.30 કલાકે શ્રાવણ માસ સમૂહ મહાપૂજા, ગુરૂવાર તા. 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 7.45 કલાકે જન્માષ્ટમી કીર્તન અને સભાનું આયોજન કરાયું છે.

ગુરુવાર તા. 17 થી તા. 20 ઑગસ્ટ દરમિયાન યોગી પરિવાર શિબિરનું આયોજન કરાયું છે. જેનું રજીસ્ટ્રેશન https//tinyurl.com/yogiparivar2023 પર કરાવી શકાશે.

આ તમામ કાર્યક્રમો દરમિયાન મહાપ્રસાદનો લાભ મળશે.

સંપર્ક: ટેલિફોન: 01895 832 709 ઈમેલ: [email protected]

LEAVE A REPLY