Asda's £600m Co-op Group gas stations deal likely to be probed
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અસ્ડાના કો-ઓપરેટિવ ગ્રુપ લિ.ના ગેસ સ્ટેશન્સ હસ્તગત કરવાના સોદાના મુદ્દે યુકેના એન્ટી ટ્રસ્ટ વોચડોગે સ્પર્ધા વિષયક ચિંતાઓ જગાવી છે અને સીએમએ દ્વારા અસ્ડાને જણાવાયું છે કે, ઉંડી તપાસ નિવારવા તેણે યોગ્ય દરખાસ્તો મોકલવી જોઈએ. 

ધી કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (સીએમએ) એ મંગળવારે કહ્યું હતું કે, આ સૂચિત સોદાથી સમગ્ર યુકેમાં 13 સ્થળોએ એન્ટી ટ્રસ્ટ મુદ્દે ચિંતાઓ જાગે છે, જેના કારણે એ સ્થળોએથી ગ્રાહકો અથવા તો બિઝનેસીઝ દ્વારા પણ વાહનો માટેના ઈંધણ (ફયુલ) ની ખરીદી થાય ત્યારે તેમને વધારે કિંમત ચૂકવવી પડે અથવા તો સેવાઓના સ્તરની ગુણવત્તા નબળી રહેવાની ચિંતાઓ જાગે છે. સીએમએ દ્વારા અસ્ડાને પાંચ દિવસનો સમય આપ્યો છે, જે દરમિયાન તેમણે આ મુદ્દાઓ નિરર્થક બની રહે તેવી દરખાસ્તો રજૂ કરવાની રહેશે, અસ્ડા એમ કરવામાં નિષ્ફળ જશે તો વોચડોગને પૂર્ણ કક્ષાની તપાસનો આદેશ આપવો પડે તેવું પણ બની શકે છે.

અસ્ડા યુકેની ત્રીજા ક્રમની સૌથી મોટી ગ્રોસરી સુપર માર્કેટ છે અને ગ્રુપે ગયા વર્ષે ઓગસ્ટમાં 132 ગેસ સ્ટેશન્સ તથા ગ્રોસરી રીટેઈલ સાઈટ દેશભરમાં હસ્તગત કરવાનો સોદો કર્યો હતો, જેમાંથી ત્રણ તો ડેવલપમેન્ટ પ્લોટ્સ છે. આ સોદોના એક ભાગરૂપે કો-ઓપના લગભગ 2,300 કર્મચારીઓ પણ અસ્ડાના કર્મચારીઓ બની રહેશે. 

અસ્ડાની માલિકીના એક ભાગીદાર, મોહસિન ઈસ્સાએ જણાવ્યું હતું કે, સીએમએના તારણો વિષે અમે વિચારણા કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં તેમની સાથે અમે રચનાત્મક રીતે કામ કરવા ઉત્સુક છીએ. અમે પોતાના કન્વીનિયન્સ બિઝનેસને વધુ સુદ્રઢ બનાવવાની અમારી લાંબા ગાળાની વ્યૂહરચના પ્રત્યે અમે પ્રતિબદ્ધ છીએ તેમજ ગ્રોસરીઝ તથા ફયુલના વેપારમાં અસ્ડાની ગ્રેઈટ વેલ્યુ સમગ્ર યુકેમાં વધુ ગ્રાહકો અને સમુદાયો સુધી પહોંચાડવા પણ તત્પર છીએ.

હાલમાં સીએમએ ફયુલના ભાવ ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે ત્યારા અસ્ડાના કારોબાર સામે સીએમએ દ્વારા અગાઉ પણ તપાસ હાથ ધરાઈ હતી. સીએમએના મર્જર્સ વિભાગના સિનિયર ડાયરેકટર, કોલિન રાફટેરીએ જણાવ્યું હતું કે, ગ્રોસરીઝ અને ફયુલ મોટા ભાગના પરિવારોના ઘર ચલાવવા માટના બજેટનો એક મોટો હિસ્સો બની રહે છે. હાલના સંજોગોમાં જીવન નિર્વાહનો ખર્ચ સતત વધતો રહ્યો છે ત્યારે એ વાતની તકેદારી લેવી મહત્ત્વનું બની રહે છે કે, ગ્રોસરીઝ અને ફયુલ સપ્લાયર્સ વચ્ચેની સ્પર્ધામાં ઘટાડો થાય અને સ્થિતિ વણસે તેવા કોઈપણ સોદાને મંજુરી અપાય નહીં તે મહત્ત્વનું બની રહે છે.        

LEAVE A REPLY

five × four =