પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેરળ વિધાનસભાએ સત્તાવાર રીતે રાજ્યનું નામ કેરળથી બદલની ‘કેરલમ’માં કરવા કેન્દ્ર સરકારનો અનુરોધ કરતો ઠરાવ સર્વસંમતીથી પસાર કર્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન આ ઠરાવ રજૂ કર્યો હતો. તેમાં કેન્દ્રને અનુરોધ કરાયો છે કે ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવામાં આવે. વિપક્ષ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફે ઠરાવ ટેકો આપ્યો હતો અને કોઇ સુધારા સૂચવ્યા ન હતાં. રાજ્યને મલયાલમમાં ‘કેરલમ’ કહેવામાં આવે છે, પરંતુ અન્ય ભાષાઓમાં તે હજુ પણ કેરળ છે. , દરમિયાન એક દિવસ પહેલા કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરવાની કેન્દ્ર સરકારની એકપક્ષીય અને ઉતાવળી યોજના વિરુદ્ધ એક ઠરાવ પસાર કર્યો હતો.

LEAVE A REPLY