(Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

બિલિયોનેર મુકેશ અંબાણીએ અમેરિકામાં મેનહેટન સ્થિત ભવ્ય નિવાસસ્થાન વેચી નાંખ્યું હોવાનો અમેરિકાના અખબાર ન્યૂયોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો હતો. અંબાણી અહીં વેસ્ટ વિલેજ ખાતે આ પ્રોપર્ટી ધરાવતા હતા જે મેનહેટનના સૌથી પોશ વિસ્તાર ગણાય છે. અંબાણીએ આ ઘરની સજાવટમાં કોઈ કસર છોડી ન હતી અને તેને તમામ આધુનિક સગવડોથી સજ્જ કર્યું હતું

મુકેશ અંબાણીનું ભવ્ય નિવાસસ્થાન 400 W. 12th સ્ટ્રીટ પર આવેલું છે. આ ચાર માળનો કોન્ડોમિનિયમ છે. અખબારના જણાવ્યા પ્રમાણે આ મકાન 2406 ચોરસ ફૂટમાં પથરાયેલું હતું અને અંબાણીને આ ડીલમાં સારી એવી રકમ મળી છે. અમેરિકન માર્કેટ પ્રમાણે આ પ્રોપર્ટીની વેલ્યૂ 9 મિલિયન ડોલર થાય છે. આ લક્ઝરિયસ પ્રોપર્ટી હડસન નદીના કિનારે આવેલી છે. તેમાં બે બેડરૂમ છે જેને ત્રણ બેડરૂમમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં ભવ્ય બાથરૂમ પણ છે.

મુકેશ અંબાણીનું આ પોશ મકાન 2009માં બનાવવામાં આવ્યું હતું જેમાં તમામ આધુનિક સગવડો સાથે ઐતિહાસિક ડિઝાઈનની છાંટ જોવા મળે છે. આ વિસ્તારમાં રહેવાસીઓને ઘણી ફેસિલિટી પ્રાપ્તથાય છે જેમાં એક લાઉન્જ, ફિટનેસ સેન્ટર, યોગા માટે એક ખાસ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સાઈકલો માટે એક વિશેષ જગ્યાનો પણ સમાવેશ થાય છે.

આ મકાનના ઈન્ટિરિયરમાં મોડર્ન ડિઝાઈનના તમામ તત્ત્વો સમાવાયા છે. તે 10 ફૂટ ઉંચી સિલિંગ, હાર્ડવૂડનું ફ્લોર, ઘોંઘાટને અટકાવે તેવી વિન્ડો, અને આધુનિક કિચનથી સજ્જ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ એરિયામાં ઘણી જાણીતી વ્યક્તિઓ રહેવા આવી છે. તેમાં ફિલ્મસ્ટાર હિલેરી સ્વાન્ક, જેમી જ્હોન્સન અને વિખ્યાત ડિઝાઈનર માર્ક જેકોબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અબજોપતિ લેસ્લી એલેક્ઝાન્ડર પણ અહીંના રહેવાસી રહ્યા છે. તેમણે અહીં એક મકાન 25.46 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું.

LEAVE A REPLY

2 × two =