India imposes restrictions on rice exports
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના પ્રખ્યાત બાસમતી ચોખાની સોડમ દુનિયાના 125 દેશોમાં ફેલાઈ છે. વૈશ્વિક બજારમાં ભારતના બાસમતી ચોખાની વધતી જતી માગ વચ્ચે 2020-21ના નાણાકીય વર્ષમાં દુનિયાના 125 દેશોમાં ભારતે રૂ.30,000 કરોડના બાસમતી ચોખાની નિકાસ કરી હતી.

વિદેશમાં વધી રહેલી માંગ અને સારા ભાવને કારણે બાસમતી ચોખાની ખેતીનો વ્યાપ પણ ભારતમાં વધી રહ્યો છે. ભારતના બાસમતી ચોખા ચીન, પાકિસ્તાન, અમેરિકા સહિત દુનિયાના 125 દેશોમાં નિકાસ થયા છે.
બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટના મુખ્ય વૈજ્ઞાનિક ડો. રિતેશ શર્માએ જણાવ્યું હતું કે એક વર્ષમાં ભારત દ્વારા રૂ.30,000 કરોડના 46 લાખ ટન બાસમતી ચોખા વિદેશ મોકલવામાં આવ્યા હતા. ભારત સરકારે પણ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા જમ્મુ કાશ્મીર જેવા કેટલાક રાજ્યોને બાસમતી ચોખાની નિકાસ કરવાની મંજુરી આપી છે. બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ દ્વારા પ્રમાણિત થયા બાદ જ બાસમતી ચોખાને વિદેશમાં એક્સપોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવે છે.