Britain on the brink of worst recession in G7 after economy shrinks
FILE PHOTO: . REUTERS/Toby Melville/File Photo

ફુગાવો વધીને 10 ટકા થવાની વોર્નિંગ સાથે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદર 0.75 ટકાથી વધારીને એક ટકા કર્યા છે, જે 2008ની ફાઇનાન્શિયલ કટોકટી પછીની સૌથી ઊંચા વ્યાજદર છે. આ સાથે બ્રિટનમાં વ્યાજદર 13 વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર 1% પર પહોંચ્યા છે.

બેન્કે આગાહી કરી છે યુકે ટેકનિકલ મંદીમાંથી બચી જશે, પરંતુ આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઉત્પાદન ઘટીને એક ટકા થઈ જશે. 2023માં વાર્ષિક જીડીપીમાં 0.25 ટકા ઘટાડો થવાની ધારણા છે.

બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આ સતત ચોથો વ્યાજદર વધારો છે. બ્રિટિનમાં આ વર્ષે વાર્ષિક ફુગાવો 10 ટકાથી ઉપર જવાની આશંકા છે. બીઓઈના પોલિસી ધડવૈયાઓએ એક ટકા સુધી વ્યાજદર વધારવા માટે બેઠકમાં 6-3થી મત આપ્યો છે. 2009ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ પ્રથમ વખત બ્રિટનમાં વ્યાજદર 1% થશે. અમુક સભ્યોએ વ્યાજદરને 1.25% સુધી વધારવાની પણ હાકલ કરી હતી.

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં પણ ફુગાવો વધી રહ્યો હોવાથી ગઈકાલે રાત્રે અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 22 વર્ષનો આ સૌથી મોટો વ્યાજદર વધારો છે. બેંક ઓફ ઈંગ્લેન્ડે 5 મેના રોજ તેના મુખ્ય વ્યાજ દરમાં 0.25%નો વધારો કર્યો હતો. આ સાથે બ્રિટનમાં વ્યાજદર 13 વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર 1% પર પહોંચ્યા છે. બ્રિટન પણ હાલ જીવન ખર્ચની કટોકટી સહન કરી રહી છે અને તેનું મુખ્ય કારણ છે મોંઘવારીમાં વધારો છે. બ્રિટનમાં વાર્ષિક ફુગાવો 7 ટકા છે, જે ત્રણ દાયકાના સર્વોચ્ચ સ્તરે છે.