બેરી ગાર્ડિનર અલ્ઝાઇમર સોસાયટી માટે નાણાં એકત્ર કરશે (Photo: PAUL ELLIS/AFP via Getty Images)

યાદ શક્તિને અસર કરતી અને ભાષા તથા વિચાર શક્તિમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે તેવી ડીમેન્શીયાની બીમારી અંગે જાગૃતિ લાવવા માટે બ્રેન્ટ નોર્થના સાંસદ બેરી ગાર્ડિનર આવતા શનિવારે તા 5ના રોજ લંડનની આસપાસ 26 માઇલની વોકમાં ભાગ લેશે. તેઓ અલ્ઝાઇમર સોસાયટી માટે નાણાં એકત્ર કરશે, જે ડિમેન્શિયા ધરાવતા લોકો અને તેમને સંભાળ રાખનારા લોકોને ટેકો આપે છે.

આ રોગથી પીડાતા લોકો પર થતી રોગચાળાની અસર જોયા પછી તેમને માટે કશુંક કરવા પ્રેરાયેલા બેરી ગાર્ડિનરે ગરવી ગુજરાતને કહ્યું હતું કે, “ઘણી વાર ડીમેન્શીયાથી પીડાતા, જેમને લોકડાઉનનો સામનો કરવો પડી રહ્યો છે તેવા, વૃદ્ધ પ્રિયજનોની મદદ કરવાનો પ્રયાસ કરી રહેલા પરિવારોમાં છેલ્લા વર્ષ દરમિયાન કોવિડના કારણે ખૂબ જ ચિંતા અને પીડા જોઇ છે. તે કુટુંબોની હિંમત છીનવી રહ્યો છે અને તે ઘણા લોકો માટે ખરેખર પીડાદાયક સમય રહ્યો છે. અલ્ઝાઇમર સોસાયટી ડિમેન્શિયાના નિવારણ માટે જે કાર્ય કરી રહી છે તે ખરેખર મહત્વપૂર્ણ છે.‘’

કોવિડ પ્રતિબંધોનો અર્થ એ છે કે કેર હોમ્સમાં રહેતા ઘણા ડિમેન્શિયા દર્દીઓ તેમના પ્રિયજનોને નિયમિત રૂપે જોઈ શકતા નથી. ઘણા લોકોને તેમનુ રૂટીન બદલવુ પડ્યુ છે, જે આવી સ્થિતિમાં હોય તેમના માટે દુ:ખદાયક હોઈ શકે છે.

ભૂતપૂર્વ શેડો સેક્રેટરી ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ બેરી ગાર્ડીનરે જણાવ્યું હતું કે “તેઓ જે બાબતોથી પરિચિત છે તે બાબત તેમને માનસિક રીતે સક્રિય રાખે છે, જેમ કે ગપસપ અને મુલાકાતો માટે આવતા લોકો. ઘણા લોકોનો ડિમેન્શીયા વધુ ખરાબ થયો છે. મેં તેને મારા પોતાના વિસ્તૃત પરિવારમાં જોયું છે, અને તે ખરેખર ખૂબ જ દુ:ખદાયક છે. તેઓ જાણે છે કે લોકો કેવી  વેદનામાંથી પસાર થઈ રહ્યા છે, તેઓ સમજે છે કે તે એક ભયાનક રોગ છે, અને આપણને સેવાઓની કેટલી જરૂર છે.”

શ્રી ગાર્ડીનરે લોકોએ આપેલા ટેકા બદલ વિનમ્રતા અનુભવી દાખવેલી ઉદારતા માટે પ્રશંસા કરી હતી. તેમનું માનવું છે કે આ કારણ ઘણા લોકોના હૃદયની નજીક છે. કારણ કે ઘણા લોકો તેમના કુટુંબના સભ્યો અથવા પ્રિયજનોને જાણે છે જેમને આ બીમારીના કારણે સીધી અસર થઈ છે.

શ્રી ગાર્ડિનર પોતે ઉપાડેલી ચેલેન્જ માટે દરરોજ દિવસના 10 કિમી સુધી ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તેમણે સ્વીકાર્યું હતું કે તેમના વ્યસ્ત શેડ્યૂલમાં આટલું ફિટ થવું કેટલું મુશ્કેલ હતું. સાંસદે આશા વ્યક્ત કરી હતી કે વોકના દિવસે હવામાન સારૂ રહેશે. તેમ છતાં, ત્યાં ટ્રેકમાં સેંકડો લોકો ભાગ લેશે. જો કે, તેમના પત્નીને જરૂર હોય તો સાથ આપવાની ઓફર કરી છે અને વચન આપ્યું હતું કે જો શ્રી ગાર્ડીનર કોઇક કારણસર વોક છોડી દેશે તો તેઓ બનતા બધા પ્રયત્ન કરી વોક પૂરી કરવા પ્રયાસ કરશે.”

શ્રી ગાર્ડીનરે ચેરિટી માટે £300નું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ આ લખાય છે ત્યારે બુધવારે સાંજે તેઓ £3,900 એકત્ર કરી ચૂક્યા છે.

આપ પણ જો દાન કરવા માંગતા હો તો આ લિંક પર https://www.justgiving.com/fundraising/barry-gardiner-trek26 પર ક્લીક કરી દાન કરી શકો છો.