(ANI Photo)

વૈશ્વિક મીડિયા જાયન્ટ વોલ્ટ ડિઝનીના ઈન્ડિયા બિઝનેસ સાથે વિલીનીકરણ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણી  વાયોકોમ18ના બોર્ડમાં જોડાયા હતાં. અબજોપતિ અને RILના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સંયુક્ત સાહસના ચેરમેન બનશે, જ્યારે ઉદય શંકર વાઇસ-ચેરપર્સન હશે.

વાયોકોમ18 અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બોધિ ટ્રી સિસ્ટમ્સની હોલ્ડિંગ કંપની છે અને તે  મીડિયા અને મનોરંજન બિઝનેસ સંભાળે છે.

વોલ્ટ ડીઝનીના ઇન્ડિયા બિઝનેસ અને રિલાયન્સના એન્ટરટેઇમેન્ટ બિઝનેસના મર્જરને અગાઉ ભારતીય સ્પર્ધા પંચ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સહિતની નિયમનકારી મંજૂરી મળી ગઈ છે.

હવે બંને પક્ષો વિલીનીકરણના અંતિમ તબક્કામાં છે, અને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના નિર્દેશો અનુસાર બિઝનેસમાં કેટલાક એડજસ્ટમેન્ટ કરી રહ્યાં છે.આ ઉપરાંત, બોધિ ટ્રી સિસ્ટમ્સના સહ-પ્રમોટર જેમ્સ મર્ડોક તથા કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA)ના ટેક્નોલોજી, મીડિયા અને ટેલિકોમના વડા મોહમ્મદ અહેમદ અલ-હરદાન પણ કંપનીમાં સામેલ થશે.

LEAVE A REPLY