Bestway MD, Dawood Pervez

યુકેના સૌથી મોટા ઇન્ડીપેન્ડન્ટ હોલસેલ ફૂડ – ડ્રીકંસ સપ્લાયર બેસ્ટ-વે એ પ્લંકેટ ફાઉન્ડેશન સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી પ્લંકેટ ફાઉન્ડેશનના ક્રિસમસ ફંડરેઇઝીંગ માટે હેડલાઇન સ્પોન્સરશિપની જાહેરાત કરી છે.

1919 માં સ્થપાયેલ, પ્લંકેટ ફાઉન્ડેશન એ એક નેશનલ ચેરિટી છે જે સમગ્ર યુકેમાં વિવિધ સમુદાયોને કોમ્યુનિટી બિઝનેસ સ્થાપવા અને ચલાવવામાં સહાય કરે છે. જેમાં સમુદાયના સમર્થનથી ચાલતી દુકાનોનો સમાવેશ થાય છે, જ્યાં સમુદાયે તેમના ગામની દુકાનને કાયમી ધોરણે બંધ થતી બચાવવા માટે ઘણી વખત એકસાથે રેલી કાઢી છે. પ્લંકેટના સભ્યોને બેસ્ટવે ડેપોમાં ખરીદી કરવા અને બેસ્ટવેની હાઈ પ્રોફાઈલ ક્રિસમસ ઝુંબેશને અનુરૂપ પ્રમોશન અને વિશેષ ઑફર્સનો લાભ લેવા માટે પણ આમંત્રિત કરવામાં આવશે.

બેસ્ટવે વતી બોલતા, મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે કહ્યું હતું કે “આ વર્ષે પ્લંકેટ ફાઉન્ડેશનની ક્રિસમસ ફંડરેઇઝીંગ ઝુંબેશને સ્પોન્સર કરતાં અમને આનંદ થાય છે. ફાઉન્ડેશનના સભ્યો સમગ્ર યુકેમાં 800 થી વધુ કોમ્યુનિટી બિઝનેસથી બનેલા છે, જેમાંથી અમારા સ્થાનિક ઇન્ડીપેન્ડન્ટ સ્ટોર્સની જેમ 400થી વધુ મૂલ્યવાન કોમ્યુનિટી રિટેલર્સ છે અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તેની અમે સંપૂર્ણ પ્રશંસા કરીએ છીએ.