નેપાલમાં સેવા કામગીરી કરતા ભરત

યુકે અને વિદેશમાં ઘણાં વર્ષોથી સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને સેવા પ્રવૃત્તીઓ કરતા ભરત ઠકરારને મહારાણીના જન્મ દિને બ્રિટીશ એમ્પાયર મેડલ (𝗕𝗘𝗠)થી સન્માનિત કરાયા છે.

ભરત ઠકરારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’મારા પ્રયત્નોને માન્યતા આપીને સન્માનિત કરવા બદલ હું ગર્વ અનુભવું છું અને મારા નામાંકનને ટેકો આપનાર, અન્ય લોકો સુધી પહોંચવાના અને મદદ કરવાના મારા સપનાને આગળ વધારવા માટે મદદ કરનાર લોકો અને મારા માતાપિતાનો આભાર વ્યક્ત કરૂ છું.‘’

ભરત ખૂબ જ નાનપણથી લોકોને મદદ કરવાની ભાવના ધરાવતા હતા અને યુકે તથા વિદેશમાં અસંખ્ય સ્વૈચ્છિક અને સેવાભાવી કાર્યોમાં સામેલ થયા હતા. તેઓ 13 – 18 વર્ષની વય દરમિયાન હાર્લો યુથ કાઉન્સિલમાં સેવા આપવા માટે ચૂંટાયા હતા. તેમણે સ્કેટ પાર્ક અને યુથ કેફે (18 વર્ષથી ઓછી વયના લોકો માટે નોન-આલ્કોહોલિક બાર) ની સ્થાપના કરી તેમને લંડન 2012 ઓલિમ્પિકની મશાલ વહન કરવા પસંદ કરાયા હતા. તેમણે 3 મહિના માટે (વી.એસ.ઓ., આઇ.સી.એસ. સાથે) ટાન્ઝાનિયામાં માધ્યમિક શાળાઓમાં અને સ્થાનિક સાહસો સાથે ‘શિક્ષણને વધુ સંબંધિત બનાવવા પ્રોજેક્ટ કર્યો હતો. જેમાં જાતીય સનમાનતા અને મહિલા વિદ્યાર્થીઓની વધુ સક્રિય ભાગીદારી શામેલ હતા. તેમણે લંડન મેરેથોનમાં ભાગ લીધો હતો અને પોતાની ચેરિટી માટે ક્રાઉડફંડિંગ પેજ પણ બનાવ્યું છે.