Nitish Kumar
(Photo by MONEY SHARMA/AFP via Getty Images)

બિહાર વિધાનસભાની ચૂંટણીના નીતિશકુમારના વડપણ હેઠળના એનડીએની સ્પષ્ટ બહુમતી મળી છે. રાજ્યની ચૂંટણીમાં એનડીએને 125 બેઠકો મળી છે, જ્યારે તેજશ્વી યાદવના વડપણ હેઠળના મહાગંઠબંધને 110 બેઠકો મળી હતી. 243 સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી માટે 122 બેઠકોની જરૂર પડે છે.
એનડીએ ગઠબંધનમાં જેડીયુ 115 બેઠક પર અને ભાજપ 110 બેઠક પર ચૂંટણી લડ્યું હતું અને ભાજપને તેમાંથી 74 બેઠકો મળી હતી. જનતાદળ યુનાઇટેડ 43 બેઠકો મળી હતી. મહાગઠબંધનમાં આરજેડી 144 બેઠક અને કોંગ્રેસ 70 બેઠક પર ચૂંટણી લડી હતી. રાષ્ટ્રીય જનતાદળને 75 બેઠક મળી હતી. કોંગ્રેસને માત્ર 19 બેઠકો મળી હતી.

બિહારની ચૂંટણીમાં સૌથી વધુ મહત્ત્વ બાબત એ રહી કે એનડીએમાં નીતિશકુમારના પક્ષ અને ભાજપ વચ્ચે ગઠબંધન હતું અને નીતિશકુમાર હાલમાં રાજ્યના મુખ્યપ્રધાન છે. પરંતુ આ વખતે નીતિશુકમારના પક્ષ કરતાં ભાજપને વધુ બેઠકો મળી છે. તેથી ફરી નીતિશકુમાર મુખ્યપ્રધાન બનશે કે નહીં તે અંગે ચર્ચા જાગી હતી.

જોકે બિહારના નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા સુશીલકુમારે જણાવ્યું હતું કે બિહારમાં નીતિશકુમાર જ મુખ્યપ્રધાન બનશે. નીતીશ ફરીથી રાજ્યના મુખ્ય પ્રધાન બનશે એવા સવાલ પર સુશીલ મોદીએ જણાવ્યું કે સીએમ ફરીથી નીતીશ કુમાર જ બનશે, તેમના નામ પર સંશય નથી. અમે પહેલા જ જાહેરાત કરી હતી કે નીતીશ કુમારની ફરી તાજપોશી થશે. તેમના નામ પર જ અમે ચૂંટણી લડીશું. આ જીતમાં જીતનરામ માંઝી અને મુકેશ સહનીની પણ એટલી જ મોટી ભૂમિકા રહી છે જેટલી બીજેપી અને જેડીયુની છે.

બિહારની ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. 2015માં 56.66% મતદાન થયું હતું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે.