ભારતમાં તબક્કાવાર લોકસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે અને ઉમેદવારીપત્રો ભરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સાઉથ ગોવામાં ભાજપનાં ઉમેદવાર પલ્લવી ડેમ્પોએ ઉમેદવારી નોંધાવી હતી. તેમણે સંપત્તિની રજૂ કરેલી માહિતી પ્રમાણે તેમને દેશનાં સૌથી ધનવાન ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે.

પલ્લવી ડેમ્પોએ તેમની 119 પાનાની એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમના પતિ શ્રીનિવાસ સહિત તેમની કુલ સંપત્તિ રૂ. 1400 કરોડ છે. પલ્લવી ડેમ્પો રાજકારણમાં નવા છે. શ્રીનિવાસ ડેમ્પો ગૃપના ચેરમેન છે, જે ફૂટબોલથી લઈને રીઅલ એસ્ટેટ અને શિપબિલ્ડિંગ સહિતના બિઝનેસમાં સંકળાયેલા છે. એટલું જ નહીં શ્રીનિવાસ એજ્યુકેશન અને માઈનિંગના બિઝનેસમાં સક્રિય છે. એફિડેવિટ મુજબ, પલ્લવી ડેમ્પોની જંગમ સંપત્તિ રૂ.255.4 કરોડ છે, જ્યારે શ્રીનિવાસની સંપત્તિ રૂ. 994.8 કરોડ છે. પલ્લવીની સ્થાવર મિલકતની બજાર કિંમત રૂ. 28.2 કરોડ છે. જ્યારે, શ્રીનિવાસની સ્થાવર મિલકતની કિંમત રૂ. 83.2 કરોડ છે. ગોવા સહિત દેશના ઘણા ભાગોમાં મિલકતો ધરાવતા ડેમ્પો દંપતીના દુબઈના ફ્લેટની કિંમત રૂ. 2.5 કરોડ છે. આ ઉપરાંત, લંડનના એક એપાર્ટમેન્ટની કિંમત રૂ. 10 કરોડ છે.

LEAVE A REPLY

3 × 5 =