સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાના લેખક અને ઉદ્યોગસાહસિક શીતલ ઓહરીએ તેમના ઇમિગ્રેશન સ્ટેટસને કારણે પોતાના પુત્રની કસ્ટડી મેળવવા માટે સહન કરવી પડેલી પરિસ્થિતિઓ, સમસ્યાઓ અને પડકારોનો સામનો કર્યા બાદ તેનું પ્રતિબિંબ રજૂ કરતું પુસ્તક  “કસ્ટોડીયલ બેટલ” લખ્યું છે. જે તેમના જેવા જ ઇમિગ્રન્ટ માતાપિતાને મદદ કરશે અને યુએસ ફેમિલી કોર્ટ વિષે ગાઇડ કરશે.

શીતલ ઓહરી દ્વારા આ પુસ્તકમાં એક કવિતા રજૂ કરી છે જે એક માતાને તેના બાળકથી દૂર કરાય ત્યારે જે પીડા સહન કરવી પડે છે તેની વ્યથા રજૂ કરે છે. આ પુસ્તકમાં તેમણે બાળક સાથે રહેવા માટે ફેમિલિ લો જ્યુડીશીયલ સીસ્ટમની કાયદેસરતાઓ, કસ્ટડી માટેની સુનાવણી, મધ્યસ્થી, કસ્ટડીનું મૂલ્યાંકન અને રીયુનિફેક્શન થેરાપીની માહિતી રજૂ કરી છે તથા બાળકની કસ્ટડી મેળવવા લગભગ આઠ વર્ષ સુધી કોર્ટની લડાઈ અને જે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું તેની વિગતો આપી છે.

શીતલ ઓહરીને 8મી માર્ચ 2023ના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ સ્વરાજ પોલના હસ્તે “પ્રવાસી ઈન્ડિયન્સ ઓફ ધ વર્લ્ડ અચીવર્સ એવોર્ડ” અપાયો હતો. શીતલ ઓહરીના પુસ્તક “કસ્ટોડીયલ બેટલ”નું વિમોચન 5મી માર્ચ, 2023ના રોજ લંડનની હિલ્ટન ડબલ ટ્રી માર્બલ આર્ચ ખાતે કરાયું હતું. જેમાં તેમના નજીકના મિત્રો, પરિવારજનો અને મીડિયાએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમ દરમિયાન તેમણે પુસ્તકના અંશો વાંચી પુસ્તક અને તેણીની સફર અંગે પ્રશ્નોના જવાબો આપ્યા હતા. શીતલે ભારપૂર્વક હિમાયત કરી હતી કે ક્રોસ કન્ટ્રી ત્યાગના મુદ્દાને સરકારો દ્વારા સંબોધિત કરવાની જરૂર છે જેથી કરીને એનઆરઆઈ પોતાના જીવનસાથીઓને છોડવાનો પ્રયાસ ન કરે અને તેઓને વિદેશમાં રહેવાના અથવા કૌટુંબિક કાયદા અને બાળકોના કેસોમાં તેમના કસ્ટોડિયલ અધિકારોનો ઉપયોગ કરવાના તેમના અધિકારો છીનવી ન લે.

શીતલે ભારતમાં હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લંડનમાં રેસ્ટોરન્ટ્સ અને હોટલનું સંચાલન કરવા આવ્યા હતા. શીતલ છેલ્લાં 29 વર્ષથી પીઆર, માર્કેટિંગ અને સેલ્સ, ઓપરેશન્સ અને ફેસિલિટી તથા કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ વિભાગોનું સંચાલન કરતી ટોચની કંપનીઓ અને બ્રાન્ડ હોટલ અને રેસ્ટોરન્ટ ચેઇન્સમાં કામ કરે છે. છેલ્લા 14 વર્ષોમાં, શીતલે

શીતલ ઓહરી ઇન્કના CEO અને સ્થાપક તરીકે પોતાનું નામ બનાવ્યું છે તથા ઘણા કેલિફોર્નિયા સ્ટેટ લેજિસ્લેટિવ, કેલિફોર્નિયા સેનેટ એવોર્ડ જીત્યા છે. તેમણે યુએસએ અને ભારતની વિવિધ કંપનીઓ અને વ્યક્તિઓ સાથે મીડિયા, બ્રાન્ડિંગ, પીઆર, કન્સલ્ટન્સીનું કામ કર્યું છે. તેઓ છેલ્લા 10 વર્ષથી પોતાનો સાપ્તાહિક રેડિયો ટોક શો “મેકિંગ અ ડિફરન્સ વિથ શીતલ ઓહરી” સાન ફ્રાન્સિસ્કોના સૌથી મોટા સાઉથ એશિયન એફએમ રેડિયો સ્ટેશન Bolly923Fm પર રજૂ કરે છે.

કેલિફોર્નિયાના લાયસન્સ્ડ રિયલ એસ્ટેટ એજન્ટ શીતલે 2012 માં સિલિકોન વેલી એવોર્ડ્સ-એસવીએ “મેકિંગ અ ડિફરન્સ” એવોર્ડ તથા 2013માં પ્રથમ બોલિવૂડ બ્રોડવે શો “બોલીવુડ ડ્રીમ્ઝ- જર્ની ઓફ અ સ્ટાર” લોન્ચ, દિગ્દર્શિત અને નિર્માણ કર્યો હતો.

શીતલ સાન ફ્રાન્સિસ્કોની નોનપ્રફિટ સંસ્થાઓને પણ મદદ કરે છે અને ભારતીય સંસ્કૃતિને અમેરિકાના મુખ્ય પ્રવાહમાં, બાળકોના શિક્ષણ અને અન્ય સ્થાનિક કારણોમાં તફાવત લાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

www.sheetalohriauthor.com

Book: Custodial Battle: The Chronicles of an Immigrant Mother Who was Delayed justice in family law due to immigration status

Author: Sheetal Ohri

Publisher: Paramount Publisher

Price: 14.34

LEAVE A REPLY

eight + three =