બ્રિટનના નાણાપ્રધાન રિશી સુનાક 27 ઓક્ટોબર 2021ના રોજ લંડનની ડાઉનિંગ સ્ટ્રીટની બહાર બજેટ બોક્સ દર્શાવી રહ્યાં છે. તેમની સાથે ટ્રેઝરી ટીમ પણ દેખાય છે. REUTERS/May James

બ્રિટનના નાણાપ્રધાન ઋષિ સુનકે મલ્ટિ બિલિયન પાઉન્ડના જાહેર રોકાણની યોજના જાહેર કરી છે. તેમણે પોતાના બજેટ પ્રવચનમાં રોજિંદા ખર્ચમાં ઘટાડો કરવાની અને ત્રણ વર્ષના ખર્ચની યોજના રજૂ કરી હતી.

ફુગાવા અંગે

સંસદ વધતાં જતા ફુગાવાના સંદર્ભમાં પડકારોની જાણકારી ધરાવે છે. સપ્ટેમ્બરમાં ફુગાવો 3.1 ટકા હતો અને તેમાં વધુ વધારો થવાની ધારણા છે. OBRને સીપીઆઇ ફુગાવો આગામી વર્ષે સરેરાસ ચાર ટકા રહેવાની ધારણા છે.
સપ્લાય ચેઇન અને એનર્જીના ભાવમાં વધારાથી ઊભુ થયેલું દબાણ આગામી મહિનાઓમાં હળવું થશે. આપણે ફુગાવાની સમસ્યાને રાતોરાત હલ કરી શકીએ છીએ, તેવું કહેવાનું બેજવાબદારપૂર્ણ છે.

ફિસ્કલ પોલિસી
ફિસ્કલ પોલિસીના સંદર્ભમાં અમે પબ્લિક સર્વિસિસ અને મૂડી રોકાણ અંગેની પ્રતિબદ્ધતાને હાંસલ કરવા જઈ રહ્યાં છીએ, પરંતુ અમે ફુગાવાને અંકુશમાં રાખવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરીશું.

OBRના અંદાજ અંગે
તેમણે વર્ષના અંત સુધીમાં અર્થતંત્ર પ્રિ-કોવિડ લેવલે પરત આવવાનો અંદાજ મૂક્યો હતો. આ વર્ષે આર્થિક વૃદ્ધિના અંદાજને 4 ટકાથી વધારીને 6.5 ટકા કરવામાં આવે છે. ઓબીઆરનો અંદાજ છે કે અર્થતંત્ર 2022માં 6 ટકા તથા આગામી ત્રણ વર્ષમાં 2.1 ટકા, 1.3 ટકા અને 1.6 ટકા ગ્રોથ નોંધાવી શકે છે.

ગયા વર્ષના જુલાઈમાં કોરોના તેની ટોચ પર હતો ત્યારે બેરોજગારીનો દર 12 ટકા રહેવાનો અંદાજ હતો. OBRએ હવે તેના બિહામણા અંદાજને 3 ટકાથી ઘટાડીને બે ટકા કર્યો છે.

નવા ફિસ્કલ નિયમો અંગે
પ્રથમ એ છે કે જાહેર ક્ષેત્રનુ ચોખ્ખું દેવુ જીડીપીની ટકાવારીના સંદર્ભમાં ઘટી રહ્યું છે. બીજુ એ કે સામાન્ય સમયમાં સરકારે આપણા માત્ર ભાવિ ગ્રોથ અને સમૃદ્ધિ માટે રોકાણ માટે ઋણ લેવું જોઇએ. રોજિંદા ખર્ચની ચુકવણી ટેક્સના નાણા મારફત થશે.

ઋણ અંગે
દેશનું અંડરલાઇંગ ઋણ આ વર્ષે જીડીપીના 85.2 ટકા રહેવાનો અંદાજ છે, જે 2022-23માં 85.4 ટકા રહી શકે છે. આ ઋણ 2023-24માં 85.7 ટકાની ટોચે પહોંચી શકે છે.
જીડીપીની ટકાવારીના સંદર્ભમાં બોરોવિંગ દર વર્ષે ઘટવાનો અંદાજ છે. આ વર્ષે તે 7.9 ટકાથી ઘટીને 3.3 ટકા થશે. આ પછીના વર્ષોમાં 2.4 ટકા, 1.7 અને 1.5 ટકા રહેવાનો અંદાજ છે.

એર પેસેન્જર ડ્યૂટી
ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આર્યલેન્ડના એરપોર્ટ વચ્ચેની ફ્લાઇટને એર પેસેન્જર ડ્યૂટીનો નવો નીચો રેટ લાગુ પડશે.
હું એપ્રિલ 2023થી એર પેસેન્જર ડ્યૂટીમાં નવા અલ્ટ્રા લોંગ હોલ બેન્ડની શરૂઆત કરું છે, તેમાં આશરે 5,500 માઇલ્સના અંત સુધીની ફ્લાઇટનો સમાવેશ થાય છે. તેનો ઇકોનોમી રેટ 91 પાઉન્ડ હશે. પાંચ ટકાથી વધુ પેસેન્જર્સ વધુ ટેક્સ ચુકવશે, પરંતુ સૌથી દૂરના અંતરની મુસાફરી કરતાં પેસેન્જર સૌથી વધુ ચુકવણી કરશે.

બિઝનેસ રેટ્સ એન્ડ ટેક્સ
હું એક વર્ષ માટે રિટેલ, હોસ્પિટાલિટી અને લીઝર ક્ષેત્રોના બિઝનેસ માટે નવો 50 ટકા બિઝનેસ રેટ્સ ડિસ્કાઉન્ટ રજૂ કરું છું.
મારો હેતુ ટેક્સમાં ઘટાડો કરવાનો છે. આ સંસદના કાર્યકાળમાં અમે ટેક્સમાં વધારો નહીં, પરંતુ ઘટાડો કરવા માગીએ છીએ.

કોવિડ, હેલ્થ અને હાઉસિંગ
બજેટમાં કોરોના હેઠળ કોઇ ખર્ચ મર્યાદા મૂકવામાં આવી નથી. આપણી સામે આગામી મહિનાઓ પડકારજનક છે.
અમે હાઉસિંગમાં પણ વધુ રોકાણ કરી રહ્યાં છીએ. મલ્ટિ યર હાઉસિંગ સેટલમેન્ટ આશરે 24 બિલિયન પાઉન્ડ છે.
આ સંસદના પ્રારંભમાં હેલ્થકેર પાછળનો સંશાધનોનો ખર્ચ 133 બિલિયનો પાઉન્ડ હતો. આ સંસદના કાર્યકાળની સમાપ્તિ સુધીમાં આ ખર્ચ 44 બિલિયન પાઉન્ડથી વધીને આશરે 177 બિલિયન પાઉન્ડ થશે.

ભાવિ વૃદ્ધિની યોજનાઓ
લાંબા ગાળામાં ઊંચી ખર્ચ માટેની ચુકવણીનો એકમાત્ર માર્ગ ઊંચી આર્થિક વૃદ્ધિ છે. જો આપણે ઊંચી આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા માગતા હોઇએ તો આપણે આ દેશની નડતર રૂપ સમસ્યા દૂર કરવી પડશે.

ક્યારેય ન જોયા હોય તેવા સૌથી કપરા આર્થિક આંચકામાંથી બહાર આવ્યા પછી આપણને એક વિકલ્પ મળ્યો છે. વૃદ્ધિમાં ઘટાડો કરવા અથવા રોકાણ કરવું. આ સરકાર રોકાણનો વિકલ્પ પસંદ કરે છે. આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને પસંદ કરે છે. ઇનોવેશન અને સ્કીલમાં રોકાણ કરવા માગે છે. ભવિષ્ય માટે મજબૂત અર્થતંત્રનું સર્જન કરતા આર્થિક ગ્રોથ માટેની યોજનામાં રોકાણ કરવા માગે છે.