અમદાવાદના આર્મી કેન્ટોનમેન્ટમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

અમદાવાદના આર્મી કેન્ટોનમેન્ટમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાના નિર્ણય સામે મંગળવારે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારોની રજૂઆત કરી હતી કે આ મંદિર ૧૫૦ વર્ષ જૂનું છે અને હજારો લોકોની આસ્થા આ જગ્યા સાથે જોડાયેલી છે તેમજ કેન્ટોનમેન્ટના નિયમ મુજબ જ અહીં તમામ પ્રવૃત્તિઓ થાય છે, તેથી તેને અન્ય જગ્યાએ ખસેડવું ન જોઇએ. પિટિશનની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અરજદારોએ જણાવ્યું હતું કે 200 વર્ષથી આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. અહી ભગવાન પ્રગટ થયા હતા, એટલે ભક્તોની લાગણી ન દુભાય તે માટે આ મંદિર અહીં જ રાખવું જોઇએ. આ મંદિરના ભારત સરકાર સાથે પણ એગ્રીમેન્ટ થયેલા છે અને અંગ્રેજોના શાસનકાળથી આ મંદિર અહીં છે.