Can Psoriasis be cured?
https://www.istockphoto.com/

ડો. યુવા અય્‍યર આયુર્વેદિક ફિઝિ‌શિયન

સોરાયસીસ ચામડીમાં થતાં હઠીલો રોગ છે. એક વખત સોરાયસીસ થયા બાદ તે સહેલાઈથી મટતો નથી. દવાઓ અને કાળજી રાખવાથી થોડો કાબૂમાં આવતો હોવા છતાંપણ વારવાર ઊથલો મારતો હોય છે. આયુર્વેદ ફિઝિશિયન સોરાયસીસ મટાડવા ઈચ્છતા દર્દીઓએ માત્ર દવાના જોરથી રોગથી છુટકારો મેળવવો શક્ય નથી, તે જાણવું જરૂરી છે. આથી જ આ લેખમાં સોરાયસીસ મટાડવા માટે દવા ઉપરાંત શી કાળજી રાખવી જોઈએ તે વિશે આયુર્વેદ શું સૂચવે છે તે જાણીએ. આયુર્વેદિય ઉપચાર ચામડીમાં થતી વિકૃતિને ધ્યાનમાં રાખીને માત્ર સિમ્પ્ટમ્સ મટાડવા પૂરતો સિમિત નથી. સોરાયસીસ થવા માટેનાં કારણરૂપ દોષો વાયુ અને કફની વિકૃતિથી જ્યારે પાચનની અનિયમિતતાથી થયેલો ‘આમ’ લોહીમાં ભળીને, શરીરના પોપણ અને વ્યાધિક્ષમત્વ બળને ઘટાડી, ચામડીમાં લાલાશ, ખંજવાળ, સોજો, ચામડી પર પરત ઉખડવા જેવા લક્ષણો સાથે મંડલકુષ્ઠ, ચર્મદલ રોગ થાય છે, તેમ જણાવે છે. આ સાથે લોહીમાંની અશુદ્ધિ દૂર થઇ, ત્વચાનું સ્વાસ્થ્ય સુધારવા માટે જરૂરી સંશોધન કર્મ જેવા કે વમન-વિરેચન સાથે ડાયેટ થેરાપી અને દવાઓથી ઉપચાર કરવામાં આવે છે.

સોરાયસીસ કેમ થાય છે?

સોરાયસીસનાં દર્દીઓમાં મોટાભાગે વંશપરપરા જોવા મળે. છે. માતા-પિતા બન્નેને આ રોગ હોય અથવા બે પૈકી એક પેરેન્ટને આ રોગ હોય ત્યારે તેમની સંતતિમાં સોરાયસીસ થવાની સંભાવના હોય છે. આધુનિક સંશોધનો સોરાયસીસ થવા માટેનું કોઈ વિશેપ કારણ શોધી શક્યા નથી પરંતુ એવું અનુમાન છે કે, શરીરની ઇમ્યુનીટી ત્વચાના કોષોન સામે બેક્ટેરિયા કે વાયરસ સામે બચાવ માટેની પ્રતિક્રિય કરતી હોય તે મૂજબની ઓટોઈમ્યુન ડેફિશ્યન્સી આ રોગ માટે જવાબદાર છે. ઘણા બધા સંશોધનો સ્ટ્રેસને આ રોગ થવા માટેનું કારણ જણાવે છે.

ખોરાક સંબં‌ધિત કારણો

• આયુર્વેદિય દ્રષ્ટિકોણથી સમજીએ તો વિરુધ્ધ આહાર’ – એક સાથે ખવાતા એવા ખોરાક જે સાથે ખાવાથી ‘દૂધિવિષ – લો પોટેન્સિ પોઈઝન’નું કામ કરી અને ત્વચાને નુકશાન કરે છે.• પાચનક્રિયાની અનિયમિતતા, આહારનાં નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરીખૂબખાટા-ખારા-તીખા-આથાવાળા વધુ ચીક્કા, ગળ્યા, લૂખા-વાસી-અપચો કરે તેવા ખોરાક ખાવા. • ખોરાકને શરીર માટે પૌષ્ટિક અને ઉપયોગી બનાવવાની જવાબદારી પાચનક્રિયાની છે.ખાવાનું પચ્યું ન હોય અને જમવું, ક્રોનિક કોન્સ્ટીપેશનની ટ્રીટમેન્ટ ન કરાવવી.• સતત અતિશય ભેજવાળા, ખૂબ ઠંડા, ચામડીમાં ક્ષોભ કરે તેવા વાતાવરણનો સામનો કરવો,• માનસિક કારણો• મનની ઉગ્રતા-વ્યગ્રતા, અવસાદ, ક્રોધ જેવા ભાવની આડઅસર શરીરના અને ત્વચાના સ્વાસ્થ્ય પર પણ થાય છે.• અમુક લોકોને જ  કેમ આવી તકલીફ થાય છે?વાચકો વિચારશે કે અહીં જણાવ્યા તેવા થોડા અથવા મોટાભાગના કારણો ઘણી વ્યક્તિઓને લાગુ પડતા હોવા છતાં પણ દરેકે-દરેકને સોરાયસીસ થતો નથી. કોઈને જ થાય છે. આમ કેમ? આ માટે પ્રકૃતિગત ત્વચાની નબળાઈ પણ  કારણભૂત હોઈ શકે અને આનુવંશિકતાને પરિણામે જનીનમાં સુપ્ત થઈને રહેલી વિકૃતિને લાઈફ સ્ટાઈલ સબંધિત કારણો,  સ્ટ્રેસ જેવા કારણોથી માથું ઉંચકવાનું બળ મળતું હોઈ શકે.લો કેલરી ડાયેટ અને સોરાયસીસ

JAMA Dermatologyનાં 2013 માં પબ્લીશ થયેલા  રિપોર્ટ જણાવે છે કે સોરાયસીસ માટે રિસર્ચ કરનારાઓએ પાર્ટીસિપેન્ટસનો ડાયેટ 800 થી 1000 કેલરી 8 દિવસ  માટે, ત્યારબાદ 1200 કેલરી બીજા 8 દિવસ માટે આપ્યો. લે પરિણામે સોરાયસીસનાં દર્દીઓનું વજન તો ઘટ્યું પરંતુ તે સાથે સોરાઇસીસની તીવ્રતા ઘટી.

બીજા એક સંશોધનમાં એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ગાજર, ફેશ ફુટસ, લસણ, ડુંગળી, કોબીચ, બ્રોકોલી, ફ્લાવરનો સમાવેશ ખોરાકમાં વધુ માત્રામાં કરવાથી દર્દીઓને રાહત રહી.

આવા અનેક ખોરાક સંબંધિત સંશોધનો થયા છે. થઇ રહ્યાં છે. આયુર્વેદ પદ્ધતિ અનુસાર ફોતરાવાળી મગની પાતળી દાળ, માત્ર ધી-જીરૂ-મેથી-હીંગ-લીમડાના પાનનો વઘાર, ધાણાજીરૂ, હળદર, સિંધવ ઉમેરવું. સાથે દૂધી, પરવર, તુરિયા, ગલકા જેવા તુરા શાક ઉપર મુજબના વધાર-મસાલા સાથે ગળેલો સાદો ભાત અથવા ઘઉં-જવની રોટલી, કુદરતી ગળ્યા તાજા, ઋતુ મુજબનાં ફળો, મગનું પાણી, ઉકાળીને ઠંડુ કરેલું પાણી જેવો સાદો ખોરાકની કાળજી તથા વમન-વિરેચન જેવા સંશોધન પછી દવા  આપવામાં આવે છે. રોગની તીવ્રતા ઘટતી જાપ તેમ-તેમ વૈદ યુક્તિપૂર્વક ખોરાકમાં ફેરફાર સૂચવે છે, આને પરિણામે પાચન સુવ્યવસ્થિત થઇ, ‘આમ’ દોષ દૂર થવાથી શરીરના સ્ત્રોતસો શુદ્ધ થાય છે. જેની સારી અસર વ્યાધિક્ષમતા પર પણ થાય તે સ્વાભાવિક છે.આથી દવાથી રોગ દૂર કરવાના પ્રયત્નોની સાથે સરીરની રોગ સામે ટક્કર લેવાની શક્તિ જોડાવાથી રોગ પર કાબૂ મળે છે.

સોરાયસીસ જડમૂળથી મટે ?

રોગ થવા માટે જવાબદાર કારણો વિશે વ્યક્તિગત રીતે જાણી, પ્રકૃતિ અનુસાર થોડો લાંબો સમય ડાયેટ થેરાપી, સંશોધન-શમન જેવા કર્મ સાથે યોગ્ય દવાઓથી સોરાયસીસ મટાડવો શક્ય છે.અનુભવ સિદ્ધ : માહિતીના યુગમાં યોગ્ય સ્ત્રોતથી રોગ મટાડવા માટે આવશ્યક માહિતી મેળવવાની સાથે યોગ્ય માર્ગદર્શન હેઠળ સારવાર કરાવવી જ યોગ્ય છે, ખતરા- અખતરાથી દૂર રહેવું.સોરાય‌સિસ જેવા ક્રો‌નિક રોગ મટાડવા માટે શરીરની ઇમ્યુનિટી જળવાય , સ્ટ્રેસ દૂર થાય, પાચન બરાબર થાય, કબજીયાત ન રહે, દરરોજ યોગ્‍ય પ્રમાણમા પાણી પીવાની કાળજી રાખવાથી દવાઓનું અસરકારક પ‌રિણામ મળે છે.

LEAVE A REPLY

18 + 1 =