કેનેડાની વર્ક પરમિટ અપાવવાના બહાના હેઠળ 100થી વધારે લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ઠગની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ સોમવારે ધરપકડ કરી હતી. ઉડાન હોલીડે નામે કંપની શરૂ કરી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર હર્ષિલ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. ‌

ઉડાન હોલીડેના નામની કંપનીમાંથી કરોડોની ઠગાઈ ઝડપાઈ હતી. આ કંપની કેનેડાના પરમીટ વીઝા આપવાના નામે ઠગાઈ કરતી હતી. હર્ષિલના કારનામા અંગે માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચના DCPએ કહ્યું કે, આરોપીએ અંદાજે 100 નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમીટના નામે કરોડો રૂપિયા પડાવ્યા હતા. હર્ષિલ 15થી 20 લાખમાં વર્ક પરમીટની લાલચ આપતો હતો. આ સાથે તેણે 100થી વધુ લોકો પાસેથી રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. આ ઠગાઈ પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકો સાથે કરવામાં આવી હતી. આ હોલીડે નામની કંપની 2018થી શરૂ કરવામાં આવી હતી. હર્ષિલ પટેલ નામના આરોપીએ 2018 હોલીડે નામની કંપની શરૂ કરી હતી.