અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ગામડાઓમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પોલીસે મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરીને કુલ 14 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં અમદાવાદનું કનેક્શન સામે આવ્યું છે. લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલની ચોરી કરનાર ઝડપાયો હતો. અમદાવાનો શખ્સ કેમિકલની ચોરી કરીને બુટલેગરને આપતો હતો. અમદાવાદની કંપનીમાંથી ચોરી કરીને કેમિકલ આપનાર આરોપી જયેશની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.

પોલીસે આ ઘટના અંગે 14 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં ગજુબેન પ્રવિણભાઈ બહાદુર ભાઈ વડદરિયા, પીન્ટુભાઈ રસીકભાઈ દેવીપૂજક, વિનોદ ઉર્ફે ફન્ટો ભીખાભાઈ કુમારખાણીયા, સંજય ભીખા કુમારખાણીયા, હરેશભાઈ કીશનભાઈ આંબલિયા, જટુભા લાલુભા, વિજય ઉર્ફે લાલો પઢીયાર, ભવાન નારાયણ સહિતના લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.આ તમામ આરોપીએ ભેગા મળીને દારુમાં ઈરાદાપૂર્વક આ ઝેરી કેમિકલ ભેળવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.